– મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે 2 મહિના પહેલા આ યુવકોએ તેના સગા-સબંધીઓને તેનો અશ્લીલ વીડિયો બતાવીને 25 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
રાજસ્થાનના મંત્રી સાલેહ મોહમ્મદ મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં ઝડપાયા હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર એક અશ્લીલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.ભાજપે ટ્વિટ કરીને આ વીડિયો રાજસ્થાન સરકારના લઘુમતી બાબતોના મંત્રી સાલેહ મોહમ્મદનો હોવાનો દાવો કર્યો છે.આ જ ટ્વીટમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને સાલેહ મોહમ્મદને હટાવવાની માંગ પણ કરવામાં આવી છે.પીડિતા મૂળ જોધપુરની રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 2 દિવસ પહેલા યુવતીએ તેનો વીડિયો લીક થવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર , સોમવારે (5 ડિસેમ્બર, 2022) એક મહિલાએ જોધપુરના શેરગઢ પોલીસ સ્ટેશનમાં પોતાનો અશ્લીલ વીડિયો બનાવવા બદલ FIR નોંધાવી હતી.પીડિતાએ દાવો કર્યો હતો કે જે કશું પણ થયું તે ભૂલથી થયું છે.ફરિયાદમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે તેની 7 વર્ષની બાળકીએ તેના મોબાઈલમાં ગેમ રમતી વખતે તેને ભૂલથી અન્ય કોઈને ફોરવર્ડ કરી દીધી હતી.બાદમાં તે વીડિયો ઘણી જગ્યાએ વાયરલ થયો હતો.પોલીસે સાલેહ મોહમ્મદ મહિલા સાથે આપત્તિજનક સ્થિતિનો વીડિયો વાયરલ કરનારાઓ સામે કાર્યવાહી શરું કરી છે.
अशोक गहलोत जी, ये कोई पहला मौका नहीं है जब आपके मंत्री का किसी महिला के साथ आपत्तिजनक वीडियो वायरल हो रहा है।
क्या आप मंत्री सालेह मोहम्मद को बर्खास्त करेंगे या “वोट बैंक” के लालच में छोड़ देंगे? pic.twitter.com/aWpeiOKttT
— BJP Rajasthan (@BJP4Rajasthan) December 7, 2022
પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી અને વીડિયો વાયરલ કરવા બદલ 5 યુવકોને કસ્ટડીમાં લીધા હતા.મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે 2 મહિના પહેલા આ યુવકોએ તેના સગા-સબંધીઓને તેનો અશ્લીલ વીડિયો બતાવીને 25 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.પીડિતાએ એમ પણ જણાવ્યું કે પૈસાની સાથે આરોપીએ તેના પર શારીરિક સંબંધ બાંધવાનું પણ દબાણ કર્યું હતું.તેણીએ આત્મહત્યા કરવા સુધીના વિચાર આવે તે હદે તેણે દબાણ કરવામાં આવ્યું હતું.જેને લઈને પીડિતાએ તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.તેનો આરોપ છે કે આરોપીઓની માંગણીઓ પૂરી ન થતાં તેમણે આ વીડિયો વાયરલ કર્યો હતો.
આ કેસમાં પોકરણમાંથી ધરપકડ કરાયેલા આ 5 આરોપીઓના નામ પંકજ વિશ્નોઈ,વિકાસ,રામજસ વિશ્નોઈ,સુમિત વિશ્નોઈ અને રવિન્દ્ર વિશ્નોઈ છે.દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયોમાં મહિલા સાથે માત્ર મંત્રી સાલેહ મોહમ્મદ જ જોવા મળી રહ્યા છે.રાજસ્થાન કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત પાસેથી મંત્રીના રાજીનામાની માંગ કરતા ભાજપે લખ્યું કે, શું તમે મંત્રી સાલેહ મોહમ્મદને બરખાસ્ત કરશો કે વોટ બેંકના લોભ માટે તેમને છોડી દેશો? બીજેપીના આ ટ્વીટમાં વાયરલ થઈ રહેલા વીડિયોને ધૂંધળો કરવામાં આવ્યો છે.