અમદાવાદ :હાલ સમગ્ર દેશમાં કોરોનાનાં કેસોને મામલે ગુજરાત બીજા ક્રમે પહોંચી ગયું છે.ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિને જોતાં રાજસ્થાન તંત્રમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.રાજસ્થાન તંત્રએ ગુજરાતને જોડતી તમામ સરહદો સીલ કરી દેવા માટે ઓર્ડર કર્યો છે.એનો મતલબ કે, રાજસ્થાનમાં ગુજરાતીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.એકબાજુ હાલ પરપ્રાંતીય મજૂરોને વતન વાપસી કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.ગુજરાત સરકાર દ્વારા મધ્યપ્રદેશ સહિત અન્ય રાજયોનાં શ્રમિકોને તેમના વતન મોકલવા માટે બસો સહિતની વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે.તેવામાં ગુજરાતના અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ જેવા મહાનગરોમાં કોરોનાનાં કેસો વધતાં રાજસ્થાનમાં પણ ભય ફેલાયો છે.ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં કડક સૂચનાઓ આપવામાં આવી છે.અને ગુજરાત-રાજસ્થાનની તમામ બોર્ડરો સીલ કરી દેવા માટે આદેશ કરાયો છે.બોર્ડર પરની તમામ એજન્સીઓને કડક અમલવારી કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.ગુજરાતમાંથી કોઈપણ પ્રવેશ અનુમતિ નહીં ચલાવી લેવાઈ તેવું જણાવવામાં આવ્યું છે.આ નિર્ણયને કારણે રાજસ્થાન આવશ્યક કામકાજ હેતુ જનારની મુસીબતો વધી જશે.