જયપુરઃ રાજસ્થાનમાં સંકટ દરેક ક્ષણે એક નવો વળાંક લઈ રહ્યો છે. તમામ અટકળોનો અંત લાવીને સચિન પાયલોટે સ્પષ્ટ કર્યું કે તેઓ ભાજપમાં જોડાશે નહીં. જણાવી દઈએ કે સચિન પાયલોટ ગઈકાલે દિલ્હી પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન સરકાર ઉપર સંકટના વાદળો છવાયેલા છે.
સુત્રોએ દાવો કર્યો હતો કે સચિન પાયલોટને ઘણા ધારાસભ્યોનો ટેકો છે અને તે ભાજપના નેતાઓના સંપર્કમાં છે.ત્યારબાદ,એવી અટકળોનો દોર પણ શરૂ થયો જેના પર સચિન પાયલોટે ખુદ પૂર્ણવિરામ લગાવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ભાજપમાં જોડાશે નહીં.
બીજી તરફ કોંગ્રેસ સતત પોતાની કિલ્લેબંધી મજબૂત કરી રહી છે. આજે 10.30 કલાકે કોંગ્રેસે તેના ધારાસભ્યોની બેઠક બોલાવી છે.સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સચિન પાયલોટ આ બેઠકમાં ભાગ લેશે નહીં. દિલ્હીથી કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ જયપુર પહોંચ્યા છે અને ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નોંધનીય છે કે,કોંગ્રેસ હાઈકમાન્ડ અશોક ગેહલોતથી નારાજ છે કેમ કે ધારાસભ્યોની ખરીદી મામલામાં સચિન પાઇલટની પૂછપરછ કરવા માટે નોટિસ ફટકારી છે. આ સાથે જ સચિન પાયલોટે પણ સંકેત આપ્યો છે કે તેઓ ભાજપમાં નહીં જાય પરંતુ તેઓ ચોક્કસપણે નવી પાર્ટી બનાવી શકે છે. સચિન પાયલોટ પૂછપરછની નોટિસના મુદ્દે નાખુશ છે.


