– છેલ્લુ બીલ એવરેજ પ્રમાણે અપાયું: લોકો ઘરોમાં હોય રેસીડન્સ વિજળીમાં ૩૦%નો વધારો : લોકો પંખા-ટીવી-કૂલર-એસી-કોમ્પ્યુટર-પાણીની મોટર-માઇક્રોવેવનો વધુમાં વધુ ઉપયોગ
ડમેર તા. ૮ : કોરોનાને કારણે દેશભરમાં લોકડાઉનને ૪પ દિવસો થઇ ગયા છે,અને તેના કારણે વીજ વપરાશમાં રાજસ્થાનમાં જબરો વધારો થયો છે, અને આ સ્થિતિમાં હવે રાજસ્થાનના લોકોને પણ વિજળીના બીલમાં કોરોના જેવો ઝટકો લાગશે તેમ મનાઇ રહ્યું છે.પાછલુ બીલ તો વિજ તંત્રે એવરેજ પ્રમાણે આપ્યું હતું,પરંતુ હવે રીડીંગ પ્રમાણે બીલ અપાશે,એકલા બાડમેર જીલ્લામાં જ ૪ લાખ રેસીડન્સ વીજ કનેકશનો છે.અને પપ લાખ યુનિટનો દરરોજ વપરાશ છે.અધિકારી સુત્રોના કહેવા પ્રમાણે કોમર્શીયલ વિજળીના ઉપયોગમાં ૭૦ ટકાનો ઘટાડો નોંધાયો છે,સામે ઘરેલુ વપરાશમાં ૩૦%નો ઉછાળો છે.લોકો ઘરમાં હોય અને ભીષણ ગરમી હોય પંખા-ટીવી-કૂલર-એસી-કોમ્પ્યુટર-પાણીની મોટર-માઇક્રોવેવ ઓવનનો વધુને વધુ ઉપયોગ થઇ રહ્યો છે,તો બાડમેરમાં હજારો પ્રવાસીઓ પોતાના ઘરે પાછા ફર્યા છે,જેના કારણે પણ વિજળીનો ઉપયોગ વધી ગયો છે.અધુરામાં પુરૂ લોકડાઉનને કારણે મોટાભાગના લોકો વર્કફોમ હોમ કરી રહ્યા છે,તેના કારણે પણ વીજ વપરાશ વધ્યો છે,અને હવે આ વપરાશ આગામી દિવસોમાં બીલોમાં લોકોને મોટા ઝટકા આપી શકે છે.

