મુંબઈ, તા.૧૫ : રાજસ્થાન રોયલ્સે પ્લે ઓફ તરફ આગેકૂચ કરતાં લખનઉ સુપર જાયન્ટ્સને ૨૪ રનથી હરાવ્યું હતુ. જીતવા માટેના ૧૭૯ના ટાર્ગેટ સામે લખનઉની ટીમ આઠ વિકેટે ૧૫૪ રન સુધી જ પહોંચી શકી હતી.પોઈન્ટ ટેબલમાં ગુજરાત ૨૦ પોઈન્ટ સાથે ટોચ પર છે.જ્યારે રાજસ્થાન રોયલ્સ બીજા ક્રમે આવી ગયું છે અને ત્રીજા સ્થાને લખનઉ છે.બંનેના પોઈન્ટ સરખા છે, પણ રાજસ્થાનનો રનરેટ ૦.૩૦૪ છે.જ્યારે લખનઉનો રનરેટ ૦.૨૬૨ નો છે.
રાજસ્થાન તરફથી બોલ્ટ, પ્રસિધ ક્રિશ્ના અને મેકોયે બે-બે વિકેટ ઝડપી હતી.જ્યારે લખનઉ તરફથી હૂડાએ સૌથી વધુ ૫૯ રન કર્યા હતા.અગાઉ ઓપનર જયસ્વાલના ૪૧ અને પડિક્કલના ૩૯ તેમજ સેમસનના ૩૨ રનની મદદથી રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ મક્કમ દેખાવ કરતાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે છ વિકેટે ૧૭૮ રન કર્યા હતા.બિશ્નોઈએ ૩૧ રનમાં બે વિકેટ ઝડપી હતી.રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. બટલર બે રને આઉટ થયો હતો.જોકે જયસ્વાલે ૨૯ બોલમાં ૬ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૪૧ રન નોંધાવ્યા હતા.પડિક્કલે ૧૮ બોલમાં ૩૯ રન નોંધાવતા ટીમને સન્માનજનક સ્કોર તરફ અગ્રેસર કરી હતી