By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજીનામું આપ્યા પછી સુનીતા યાદવે ટ્વીટ કરી, પોલીસને નેતાની ગુલામ અને ભષ્ટ ગણાવી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > રાજીનામું આપ્યા પછી સુનીતા યાદવે ટ્વીટ કરી, પોલીસને નેતાની ગુલામ અને ભષ્ટ ગણાવી
GeneralSurat

રાજીનામું આપ્યા પછી સુનીતા યાદવે ટ્વીટ કરી, પોલીસને નેતાની ગુલામ અને ભષ્ટ ગણાવી

HM News
Last updated: 13/07/2020 7:39 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત પોલીસ હેડ ક્વાટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ સુનીતા યાદવે આરોગ્ય મંત્રી કિશોર કાનાણીના પુત્રના મિત્રોને રાત્રિના સમયે કર્ફ્યૂ ભંગ કરવા બદલ અટકાવ્યા હતા.મિત્રોને અટકાવતા તેઓએ આરોગ્ય મંત્રીના પુત્રને ફોન કરી ભલામણ કરવા માટે બોલાવ્યો હતો.જેથી આરોગ્ય મંત્રી કિશોર કાનાણીનો પુત્ર પ્રકાશ કાનાણી પિતાની MLA લખેલી કાર લઈને ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને ત્યારબાદ મંત્રી પુત્ર અને પોલીસ કોન્સ્ટેબલ સુનીતા યાદવ વચ્ચે બોલાચાલી થઇ હતી. સુનીતા યાદવે મંત્રી પુત્રને કારમાંથી MLA લખેલુ બોર્ડ હટાવી લેવા માટે કહ્યું હતું,ત્યારબાદ બોલાચાલી વધારે ઉગ્ર થતાં સુનીતા યાદવ પણ ઉગ્ર બની હતી. આ વિવાદમાં હવે કોન્સ્ટેબલ સુનીતા યાદવે રવિવારે સાંજના સમયે સુરત પોલીસ કમિશનર કચેરી પર પહોંચીને પોતાનું રાજીનામું આપી દધુ હતું.આરોગ્ય મંત્રી કિશોર કાનાણીના પુત્રની સાથે થયેલી બોલાચાલી બાદ લોકો સુનીતા યાદવના સમર્થનમાં આવી રહ્યા છે.

પોલીસ કમિશનર કચેરી પર જઈને રાજીનામું આપ્યા બાદ સુનીતા યાદવે ટ્વિટ કરીને રોષ વ્યક્ત કર્યો હતો.ટ્વીટમાં સુનીતા યાદવે લખ્યું હતું કે, ‘હું સરકારની નોકરી કરું છું કોઈના બાપની નહીં,એ બીજા લોકો હશે જે નેતા અને મંત્રીઓની ગુલામી કરે છે.મેં મારા સ્વાભિમાનની સાથે સમજોતો નહીં કરીને મે મારી નોકરી કરી છે અને ભારત માતાની પ્રતિજ્ઞા આ વર્દી ખાતર લીધી છે,હું માફી માંગીશ પણ કઈ વાતની માફી? ક્યારેય નહીં.

ત્યારબાદ સુનીતા યાદવે વધુ એક ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘નેતાઓની ગુલામી ભ્રષ્ટ સિસ્ટમના કેટલાક કર્મચારીઓએ મન ભરીને કરી છે, કારણ કે તેઓને સ્વાભિમાન અને વર્દીની રક્ષા કરતા પૈસા વધારે ગમતા હતા.આ જ ભ્રષ્ટ અને કમજોર સિસ્ટમના કારણે નેતા એક સારા કર્મચારીઓને માપી તોલી રહ્યા છે.પરંતુ અમે ઝૂકવાવાળામાંથી નથી.

મહત્ત્વની વાત છે કે,આરોગ્ય મંત્રીએ સમગ્ર મામલે તેમના પુત્રનો કોઈ વાંક હોય તો તેની સામે પણ કાર્યવાહી કરવાનું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું હતું અને જ્યારે મહિલા કોન્સ્ટેબલને પ્રકાશ કાનાણી સાથે બોલાચાલી થઇ હતી.તે સમયે પણ આરોગ્ય મંત્રીએ કોન્સ્ટેબલને કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.આ સમગ્ર મામલે રવિવારના રોજ આરોગ્ય મંત્રીના પુત્ર સહિત છ લોકોની સામે જાહેરનામ ભંગનો ગુનો વરાછા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનો દાખલ કર્યા બાદ પોલીસ દ્વારા પ્રકાશ કાનાણી સહિત ત્રણ લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.

નવસારી ખાતે મુખ્યમંત્રી ના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં ગરમીથી અકળાઈ ઉઠેલા લોકોએ ચાલુ સભાએ ચાલતી પકડી
ભાજપને મળી રહી છે પૂર્ણ બહુમતી ઘણી વધુ બેઠકો પર : મતદાન પૂર્વે બહાર આવ્યા વધુ બે ખ્યાતનામ સર્વેના Exclusive પરિણામ
આદિવાસી વર્ષોથી હિન્દુ છે અને રહેવાનો છે,કોઈની તાકાત નથી કે હિંદુ ધર્મથી આદિવાસીઓને અલગ કરી શકે : મનસુખ વસાવા
રાજયમાં કોરોનાને કારણે લોકડાઉનઃ જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય અન્ય દુકાનો ખોલશો તો થશે જેલ
વન વિભાગ વિરુદ્ધ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ અને પૂર્વ MLA મંગળ ગાવીત આમરણાંત ઉપવાસ પર બેઠા
Share This Article
Facebook Email Print
Previous Article દેશના સૌથી ધનિક મંદિરોમાં ગણાતા શ્રી પદ્મનાભસ્વામી મંદિરનો વહીવટ ત્રાવણકોર પરિવારને સોંપાશે: સુપ્રીમકોર્ટ
Next Article રાજસ્થાનમાં ગેહલોતની મિટિંગમાં 90 ધારાસભ્યો પહોંચ્યા : કાર્યાલયમાંથી પાયલોટના પોસ્ટર હટાવ્યા : હકાલપટ્ટી નક્કી !!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up