નવી દિલ્હી તા. ૯ : કેન્દ્ર સરકારે ગઇકાલે એક આંતર મંત્રાલયી ટીમ ગઠીત કરી જે રાજીવ ગાંધી ફાઉન્ડેશન તેમજ નેહરૂ ગાંધી પરિવારથી સંબંધિત બે અન્ય ટ્રસ્ટ દ્વારા પૈસાની ગેરકાયદેસર હેરાફેરી અને વિદેશી ચંદા સહિત વિવિધ કાયદાના કથિત ઉલ્લંઘન મામલાની તપાસ કરશે.આ બધાની વચ્ચે તે કથિત લિસ્ટ પણ સામે આવી છે. જેમાં આરજીએફને ડોનેશન આપનારાના નામ છે.સૂત્રોના જણાવ્યા મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસ લિમિટેડ, સતલુજ ટેક્ષટાઇલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ઇન્ડિયન મેલ્ટિંગ એન્ડ રિફાઇનિંગ કંપની લિમિટેડ, ટીવીએસ મોટર કંપની અને યુનિટેક વાયરલેસને આરજીએફને ડોનેશન આપ્યું છે. યુનિટેકના પૂર્વ એમડી સંજય ચંદ્રા યુનિટેક દ્વારા ઘર ખરીદદારોના પૈસાની કથિત રીતે ભ્રષ્ટાચાર સાથે સંબંધિત કેસમાં વર્ષ ૨૦૧૭થી જેલમાં બંધ છે. આવી જ રીતે આરજીએફને જીવીકે ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ, નેશનલ સેલ્ફ એમ્પ્લોટમેન્ટ મિશન અને ઓયલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડને ડોનેશન આપ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ મેહુલ ચોકસીની કંપનીએ પણ રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ફાળો આપ્યો છે. બીજી બાજુ આરજીએફ વિરૂધ્ધ તપાસ કરીને બીજેપીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર આ આદેશ હાલમાં જ સાર્વજનિક થયેલી જાણકારીનું સ્વભાવિક પરિણામ છે.