રાજ્યમાં પોલીસ વિભાગમાં આજે મહત્વ ના નિર્ણય લેવામાં આવી રહ્યા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો ને જણાવ્યું કે 1995થી ચાલતી આરઆરસેલ નાબૂદ કરવામાં આવી છે.હવે ટૂંક સમયમાં પોલીસના બોડી પર કેમેરો લાગશે તેની સમગ્ર કાર્યવાહી ઉપર નજર રહેશે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે આરઆરસેલની નાબૂદી કરી અને એસપીની સત્તામાં વધારો કરવામાં આવશે,આ ઉપરાંત હાલની સ્થિતિને જોતા સાયબર ક્રાઇમના ગુનાઓ વધતા દરેક જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.
પ્રેસ કૉન્ફરન્સમાં માહિતી આપવામાં આવાી કે રાજ્યમાં આગામી દિવસોમાં તમામ પીઆઈ અને પીએસઆઈના યૂનિફોર્મ પર બોડી કેમેરા લગાડવામાં આવશે.
રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી ઝૂંબેશ વધુ મજબૂત કરવા રાજ્ય સરકાર દ્વારા એન્ટિ કરપ્શન બ્યૂરોને છૂટ અપાઈ છે.એસીબીના વડા કેશવકુમાર અને રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે એક પ્રેસ કૉન્ફરન્સ યોજી વિસ્તુત માહિતી આપી હતી,સરકાર દ્વારા કરપ્શન અંગે જે રેપિડ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે આજે રૂપાણી સરકારની કામગીરી નો અહેવાલ રજૂ કરાયો હતો.એસીબીના વડા કેશવકુમાર અને મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે માહિતી આપી હતી.આ પ્રેસ કૉન્ફરન્સમાં સીએમ રૂપાણી, મહેસુલ સચિવ પકંજ કુમાર,રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા,રાજ્યના ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.


