– ગુજરાત સરકાર 15 ઓગસ્ટ અગાઉ પોલીસ પરિવારને મોટી ભેટ આપી શકે છે
ગાંધીનગર : ગુજરાત સરકાર 15 ઓગસ્ટ અગાઉ પોલીસ પરિવારને મોટી ભેટ આપી શકે છે.સરકાર પોલીસના ગ્રેડ પે મામલે મોટો નિર્ણય લઇ શકે છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પોલીસ ગ્રેડ પેના મુદ્દે બેઠકો થઇ ચૂકી છે.પોલીસ કર્મીઓના પગાર મુદ્દે સુખદ નિર્ણય નક્કી છે.મુખ્યમંત્રીએ તમામ માંગણીઓ મુદ્દે જાતે જ સમય આપ્યો છે.કોઇ પણ પ્રકારના રાજકીય લાભ સિવાય સરકારે આ નિર્ણયો કર્યા છે.
નામ લીધા વિના હર્ષ સંઘવીએ અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા.તેમણે કહ્યું કે લોકોને ભટકાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.મારી બહેનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે સુરતની મુલાકાતે છે.ગૃહમંત્રીને રાખડી બાંધવા માટે તેમના મતવિસ્તારની બહેનો તેમજ સાથે સાથે પોલીસ મહિલા કર્મચારીઓ પણ પહોંચી હતી.મહિલા પોલીસ કર્મચારીએ તેમની દીર્ઘાયુષ્ય પ્રાર્થના કરી રાખડી બાંધી હતી.આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, પોલીસ વિભાગના બે ગ્રેડને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમયાંતરે બેઠકો કરી રહ્યા છે અને આ દિશામાં કોઈ ઉચિત નિર્ણય લેવાની માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે,તેમણે કેજરીવાલનું નામ લીધા વગર બે ગ્રેડને લઈને ઝાટકણી કાઢી હતી.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો કર્મચારીઓને લાભ ન મળે તેવા પ્રયાસ કરતા હોય તેવું લાગે છે.આવા મુદ્દે રાજનીતિ કરવીએ યોગ્ય નથી.ગુજરાતની જનતા ખૂબ સારી રીતે એવા લોકોની માનસિકતા ઓળખે છે.તમને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાંય સમયથી રાજ્યમાં પોલીસકર્મીઓ ગ્રેડ પેની માંગણી કરી રહ્યાં છે.ત્યારે આ મુદ્દે ગુજરાતના પોલીસકર્મીઓને તારીખ 15મી ઓગસ્ટ પહેલાં મોટી ભેટ મળી શકે છે.આથી, હાલમાં પોલીસકર્મીઓની વાયરલ ચેટમાં પણ તેઓ રાજ્ય સરકારને સમર્થન કરી રહ્યાં હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.