By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજ્યના મહાનગરોની ફાઇનલ ટી.પી માટે મુખ્યમંત્રીએ આપ્યો આદેશ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > રાજ્યના મહાનગરોની ફાઇનલ ટી.પી માટે મુખ્યમંત્રીએ આપ્યો આદેશ
GandhinagarGeneral

રાજ્યના મહાનગરોની ફાઇનલ ટી.પી માટે મુખ્યમંત્રીએ આપ્યો આદેશ

HM News
Last updated: 12/01/2023 5:49 PM
HM News
2 years ago
Share
SHARE

ગાંધીનગર, 12 જાન્યુઆરી 2023 ગુરૂવાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 મહાનગરોમાં પડતર રહેલી ટી.પી સ્કીમ ત્વરાએ પૂર્ણ કરી ઝિરો પેન્ડન્સી લક્ષ્યાંક માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે.રાજ્યની 8 મહાનગરપાલિકાના કમિશનરો સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં તેમણે આ દિશાનિર્દેશો આપ્યા છે.મુખ્યમંત્રીએ કહ્યું કે ડ્રાફટ ટી.પી મંજૂર થયાના 1 વર્ષના સમયગાળામાં ફાઇનલ ટી.પી થઇ જાય તે જરૂરી છે.

અત્યાર સુધી 1.50 લાખ અરજી મંજૂર થઇ

ડ્રાફટ ટી.પીથી ફાઇનલ ટી.પી સુધીની જે સમસ્યા કે મુશ્કેલી આવે છે.તેનું નિવારણ સત્વરાએ લાવવાની માનસિકતા કેળવવા અને એ માટેનું મિકેનિઝમ ઊભું કરવા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.આ સમીક્ષા બેઠકમાં બધા જ 8 મહાનગરોની ટી.પી સ્કીમ તથા શહેરી વિકાસની અન્ય યોજનાઓની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ કુમાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી.

રાજ્યના આ મહાનગરોમાં કુલ 875 ટીપી સ્કીમ બનાવાયેલી

તદઅનુસાર, રાજ્યના આ મહાનગરોમાં કુલ 875 ટીપી સ્કીમ બનાવાયેલી છે અને તેમાંથી 400થી વધુ તો જાહેર જનતાની જાણકારી માટે પબ્લિક ડોમેઇનમાં મુકવામાં આવી છે.આ વર્ષના અંત સુધીમાં બાકી રહેલી 475 પણ પબ્લિક ડોમેઇનમાં મુકવાની દિશામાં શહેરી વિકાસ વિભાગ કાર્યરત છે.શહેરી વિકાસ અગ્ર સસિવ મુકેશ કુમારે આ બેઠકમાં પ્રેઝન્ટેશન આપતાં વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ શરૂ કરી છે તેમાં અત્યાર સુધી 1.50 લાખ અરજી મંજૂર થઇ છે.

ઓનલાઇન બી.યુ પરમિશનનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો

અમદાવાદ મહાનગરમાં તા.1 જાન્યુઆરી 2023થી ઓનલાઇન બી.યુ પરમિશનનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.તેની સફળતાના મુલ્યાંકન પછી આવનારા સમયમાં અન્ય મહાનગરોમાં તે અમલી કરાશે એમ તેમણે ઉમેર્યુ હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઠેય મહાનગરોની ટાઉન પ્લાનીંગ સ્કીમમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ સહિત EWS,આવાસ યોજના,જાહેર સુવિધાના કામો પણ સમયમર્યાદામાં પૂરા કરવા તાકિદ કરી હતી.આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ રહે હૈ ભગવાધારી ,કરો રાજતિલક કી તૈયારી : 12 ડિસેમ્બરે ભાજપ સરકારની શપથવિધિ યોજાશે
અમીતભાઈ શાહે ફકત ”અલ્ટીમેટમ” શબ્દ જ ન વાપર્યો : 2022 ગુજરાતની ચૂંટણીમાં ભાજપનો ચહેરો વિજય રૂપાણી જ હશે
ગોંડલ સબજેલને “જલસા જેલ” બનાવવાના ગુનામાં વોન્ટેડ જેલર ડી.કે.પરમારને ગોંડલ સિટી પોલીસે ઝડપી પાડ્યો
ગુજરાત સહિત 24 રાજ્યોમાં આજે પેટ્રોલ-ડીઝલની અછતની શક્યતા
સુમુલ ડેરીની ચૂંટણી પૂર્વે મોટી ઉથલપાથલ! જયેશ પટેલ ભાજપમાં જોડાયા
Share This Article
Facebook Email Print
Previous Article હવે ગુજરાતના નવા ચૂંટાયેલા MLAના “ક્લાસ” લેવામાં આવશે
Next Article CBI દ્વારા પૂર્વ નાણા સચિવ અરવિંદ માયારામના સ્થળો પર સર્ચ, જાણો શું છે આરોપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up