બારડોલી : બારડોલીના ધારાસભ્ય અને રાજ્ય સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમારનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.તેઓ હાલ હોમ આઇશોલેશનમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે તેની સાથે રાજ્ય સરકારના એક પછી એક મંત્રીઓ સંક્રમિત થઈ રહ્યા છે.મંગળવારના રોજ બારડોલીના ધારાસભ્ય અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વર પરમારે કોરોનાના હલકા લક્ષણો દેખાતા રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો.જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યું છે જેનું પરિણામ આવતીકાલે આવશે.મંત્રી દ્વારા તેમના સંપર્કમાં આવેલા લોકોને આરોગ્યની કાળજી લેવા તેમજ લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરવામાં આવી છે.હાલ તેઓ બારડોલીના બાબેન ખાતે આવેલા તેમના નિવાસસ્થાને હોમ આઇસોલેટ થયા છે.


