રાજ્યમાં આજથી ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે.રાજ્યની 10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 4 ડિસેમ્બર સુધી સરપંચ પદ અને ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી શકાશે. 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરના મત ગણતરી કરવામાં આવશે.
આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે.
જેના અનુસંધાને આજથી ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકશે.રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે EVM મશીનની વ્યવસ્થા ન હોવાથી આ વખતે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો છે તેમજ ચૂંટણીપંચ દ્વારા તમામ પ્રકારનું આયોજન હાથ ધરી દેવામાં આવ્યું છે.ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.અનિવાર્ય સંજોગોમાં જો જરૂર પડી તો 20 ડિસેમ્બરે પુનઃ મતદાન પણ યોજાઇ શકે છે. 21 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે.