By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજ્યની જનતા પર મોંઘવારીનો વધુ એક માર, અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > રાજ્યની જનતા પર મોંઘવારીનો વધુ એક માર, અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો
GandhinagarGeneral

રાજ્યની જનતા પર મોંઘવારીનો વધુ એક માર, અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો

HM News
Last updated: 16/08/2022 9:06 AM
HM News
3 years ago
Share
SHARE

ગાંધીનગર : રાજ્યની જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો.મળતી જાણકારી અનુસાર, અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો છે.આવતીકાલથી નવો ભાવ વધારો લાગુ થશે.ગુજરાત સહિત દિલ્હી એનસીઆર,મુંબઇ,પશ્વિમ બંગાળમાં આવતીકાલથી ભાવ વધારો લાગુ થશે. 500 મીલી અમૂલ ગોલ્ડનો નવો ભાવ 31, 500 મીલી અમૂલ તાજાનો નવો ભાવ 25 રૂપિયા અને 500 મીલી અમૂલ શક્તિનો નવો ભાવ 28 રૂપિયા થશે.ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે ભાવ વધારો લાગુ કરાયો છે.

જુલાઈમાં ફુગાવો ઘટીને 13.93% રહ્યો

છૂટક ફુગાવો ઘટ્યા બાદ WPI આધારિત ફુગાવાનો દર પણ નીચે આવ્યો છે.જુલાઈ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 13.93 ટકા પર આવી ગયો છે.જ્યારે જૂનમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 15.18 ટકા પર આવી ગયો હતો.જ્યારે મે 2022માં જથ્થાબંધ ફુગાવો 15.88 ટકાના સ્તરે હતો.જથ્થાબંધ મોંઘવારી દર પાંચ મહિનામાં સૌથી નીચા સ્તરે છે.

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ખનિજ તેલના ભાવમાં વધારો,ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો,મોંઘા ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ,મૂળભૂત ધાતુઓ,રસાયણો અને રસાયણોના ઉત્પાદનોના કારણે જથ્થાબંધ મોંઘવારી દરમાં ઉછાળો આવ્યો છે.

ખાદ્યપદાર્થોના ભાવ વધે છે

પાછલા વર્ષની સરખામણીમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો મુખ્યત્વે મોંઘી ખાદ્ય ચીજવસ્તુઓને કારણે થયો છે.જો કે જુન માસની સરખામણીએ જુલાઇ માસમાં ખાદ્યપદાર્થોના ફુગાવાના દરમાં ઘટાડો જોવા મળ્યો છે.જુલાઇમાં ખાદ્ય ફુગાવાનો દર 9.41 ટકા રહ્યો છે જ્યારે જુનમાં ખાદ્ય ફુગાવાનો દર વધીને 12.41 ટકા થયો છે.જુલાઈ મહિનામાં શાકભાજીનો મોંઘવારી દર ઘટીને 18.25 ટકા પર આવી ગયો છે,જ્યરે જૂનમાં તે 56.75 ટકા હતો. જુલાઈ મહિનામાં બટાટા અને ફળોના ભાવમાં વધારો થયો છે. ડાંગર,ઘઉં અને કઠોળના ભાવમાં પણ વધારો થયો છે.

યુક્રેન અંગે યુએન સેક્રેટરીએ કરી ભાવૂક વાત- યુદ્ધમાં જાણે કે મારા પરીવારનો હિસ્સો વિખેરાઇ ગયો,
ઉત્તર કોરિયામાં આવ્યો નવો કાયદો, હવે જો અપશબ્દ બોલશો તો સજા-એ મોત!
ભારતમાં ક્યાંથી અને કેવી રીતે કોરોના મહામારીનો ફેલાવો થયો, જાણો…
મહારાષ્ટ્ર : સંકટમાં છે શિંદે જૂથનું અસ્તિત્વ? સંજય રાઉતનો ચોંકાવનારો દાવો
આઠ મંત્રીએને કેબિનેટ અને આઠ મંત્રીઓને રાજ્યકક્ષાનું મંત્રી પદ મળવાની સંભાવના
Share This Article
Facebook Email Print
Previous Article આજે કેજરીવાલ શું કરશે વધુ એક મોટી જાહેરાત? બપોરે એક વાગ્યે આવશે ભૂજ
Next Article How to Prevent Inexpensive Essay Writing Mills
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up