ટૂંક સમયમાં આ બાબતે નવું નોટફિકેશન બહાર પાડવામાં આવશે અને સાથે જ આચારસંહિતા પણ ઉપાડી લેવાઈ હોવાનું સ્ટેટ ઇલેક્શન કમિશને જણાવ્યું છે.રાજ્યમાં ૯૬ સુધરાઈ,જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણી ૧૮ ઑગસ્ટે થવાની હતી અને એ માટે આચારસંહિતા પણ લગાડી દેવાઈ હતી.જોકે હવે અધર બૅકવર્ડ ક્લાસને અનામત આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ૧૯ જુલાઈએ સુનાવણી થવાની છે ત્યારે હવે સ્ટેટ ઇલેક્શન કમિશને એ ચૂંટણી પાછી ઠેલી છે.ટૂંક સમયમાં આ બાબતે નવું નોટફિકેશન બહાર પાડવામાં આવશે અને સાથે જ આચારસંહિતા પણ ઉપાડી લેવાઈ હોવાનું સ્ટેટ ઇલેક્શન કમિશને જણાવ્યું છે.
રાજ્યની નવી સરકારે પણ આ મુદ્દે કહ્યું હતું કે તેઓની ઇચ્છા એ છે કે ચૂંટણીઓ હાલ મોકૂફ રખાય.એવું લાગી રહ્યું છે કે ચૂંટણી પંચે તેમની ઇચ્છાને ગણતરીમાં લીધી છે.સ્ટેટ કમિશને કહ્યું છે કે રાજ્ય સરકારે ઇમ્પિરિકલ ડેટા સર્વોચ્ચ અદાલતને આપ્યો હોવાથી ઓબીસી અનામતના મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૯ જુલાઈએ થનારી સુનાવણીમાં એના પર નિર્ણય આવે એવી શક્યતા છે એથી હાલ આ ચૂંટણીઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.


