રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજના ડોક્ટરોએ ઇમરજન્સી સહિતની કામગીરી ઠપ કરી દીધી

HM News
2 Min Read

અમદાવાદ : રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજના સિનિયર ડોક્ટરોએ બોન્ડેડ સમયને સિનિયર રેસિડેન્સી ગણવાની માંગણી સાથે બુધવારથી ઇમરજન્સી સહિતની તમામ સેવા બંધ કરી દીધી હતી.આજે દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ કેમ્પસમાં બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.સરકાર તરફથી કોઇ હકારાત્મક પ્રતિભાવ ન મળતાં હવે સિનિયર ડોક્ટરો સહિત તમામ ડોક્ટરોએ હડતાલમાં જોડાવવાની જાહેરાત કરી છે.જરૂર પડે વડોદરા અને સુરતના સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ અમદાવાદમાં બી.જે.મેડિકલ કોલેજમાં આવીને વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી શરૂ કરી છે.બીજી તરફ આરોગ્ય વિભાગે હડતાલ પર ગયેલા ડોક્ટરોને હડતાલ છોડીને શુક્રવાર સવારથી કામ પર લાગી જવા આદેશ કર્યો છે.જોકે આમ કરવામાં નહીં આવે તો ટર્મિનેટ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ છે.

કોરોના મહામારીમાં પી.જી.રેસિડેન્ટ તરીકે કામગીરી કરનારા ડોક્ટરોને સરકાર દ્વારા જે તે સમયે બોન્ડેડ સમયને સિનિયર રેસિડેન્સી તરીકે ગણવાની જાહેરાત કરી હતી.હાલમાં વર્ષ 2019ની બેંચના વિદ્યાર્થીઓને પણ આ લાભ મળવો જોઇએ તેવી માંગણી કરી હતી.ડોક્ટરોના કહેવા પ્રમાણે છેલ્લા એક વર્ષથી જુદા જુદા સ્તરે આ પ્રકારની માંગણી કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.તાજેતરમાં વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓને લઇને આરોગ્ય મંત્રીની મુલાકાત પણ લીધી હતી.જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વર્ષ 2019માં પી.જી.અભ્યાસક્રમમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની 3 વર્ષની રેસિડેન્સી પૂરી થઇ અને ગુજરાત યુનિવર્સિટીની એપ્રિલ 22ની પરીક્ષામાં પાસ થયા છે.

જુનિયર રેસિડેન્સીના કુલ 36 મહિનાના સમયગાળા પૈકી 17 મહિના કોરોના મહામારીની કામગીરી કરી છે.ભૂતકાળમાં પુ.જી.અને ડિપ્લોમા અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને કોરોનાની કામગીરી બદલ સિનિયર રેસિડેન્સી બોન્ડેડ સેવા તરીકે ગણવામાં આવી હોવાથી વર્ષ 2019માં પી.જી.માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની કોરોના મહામારીની કામગીરીને ધ્યાનમાં લઇને સિનિયર રેસિડેન્સીને બોન્ડ સેવા તરીકે ગણવાની કાર્યવાહી કરવા માટે ભલામણ કરતો પત્ર લખ્યો હતો.ડોક્ટરો કહે છે કે,આરોગ્ય મંત્રીના આ પ્રકારના પત્ર પછી પણ આરોગ્ય વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *