રાજ્યના પાટનગરમાં હાલ સરકાર કર્મચારીઓ તથા પૂર્વ સૈનિકો સહિતના લોકો વિવિધ માંગણીઓને લઇને મોચરો ખોલીને બેઠા છે.આ દરમિયાન માલધારી સમાજ દ્વારા ઢોર અંકુશ નિયંત્રણ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે, 21 સપ્ટેમ્બરના રોજ માલધારીઓ દ્વારા દુધ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.
ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે,તેમ તેમ સરકાર વિરૂદ્ધ વિવિધ મુદ્દાઓને લઇને વિરોધ તેજ બન્યો છે.હાલ ગાંધીનગરમાં વનરક્ષક,નિવૃત આર્મી જવાનો,આંગણવાડી બહેનો,વીસીઇ કર્મચારીઓ તથા ચોથા વર્ગના કર્મચારીઓએ મોરચો માંડ્યો છે.તેમાં હવે માલધારી સમાજ પણ સરકાર સામે પોતાની વિવિધ માંગણીઓને લઇને મોટા સંમેલનો કરી રહ્યો છે.માલધારી સમાજ દ્વારા રખડતા ઢોર નિયંત્રણ બિલ સહિત 11 માંગણીઓ સરકાર સમતક્ષ કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
વિરોધ તેજ બનાવતા હવે માલધારી સમાજ દ્વારા 21 સપ્ટેમ્બરના રોડ દુધ હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં એક દિવસ માટે માલધારી સમાજ ડેરીને દુધ નહિ આપે તેમજ ઘરે ઘરે પણ દુધ આપવા નહિ જાય તેમ માનવામાં આવી રહ્યું છે. માલધારી સમાજની આકરી જાહેરાત પછી હવે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.


