અમદાવાદ : દેશમાં કોરોના વાયરસ ઓમિક્રોનની એન્ટ્રી બાદ કેસોની સંખ્યામાં ભારે ઊછાળો આવ્યો છે.દેશના કેટલાક રાજ્યોની સાથે-સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7476 કેસ નોંધાયા છે અને ત્રણ લોકોના મોત નિપજ્યાં છે.જ્યારે સક્રિય કેસોની સંખ્યા 37238 થઇ ગઇ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદ શહેરમાં 2861 નોંધાયા હતા.જ્યારે સુરત શહેરમાં 1988,વડોદરા શહેરમાં 551,રાજકોટ શહેરમાં 244,વલસાડમાં 189,ભાવનગર શહેરમાં 136,સુરત 136,ગાંધીનગર 135,કચ્છ 121,મહેસાણા 108,ભરુચ 92,આણંદ 88,જામનગર શહેરમાં 82,રાજકોટ 75,ખેડા 71,નવસારી 69,મોરબી 57,સાબરકાંઠા 56,વડોદરા 55,ગાંધીનગર 47,જામનગર 47, અમદાવાદ 42,સુરેન્દ્રનગર 42,જૂનાગઢ કોર્પોરેશન 23,અમરેલી 21,બનાસકાંઠા 21,મહીસાગર 20,ગીર સોમનાથ 19,ભાવનગર 16,દેવભૂમિ દ્વારકા 15,દાહોદ 9,નર્મદા 5,અરવલ્લી 3,જૂનાગઢ 3,તાપી 3,ડાંગ 1,પોરબંદર 1 કેસ નોંધાયા છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 37238 કેસ છે.જેમાંથી 34 વેન્ટીલેટર પર છે,જ્યારે 37204 દર્દીઓની તબિયત સ્થિર છે.બીજી બાજુ,આજે રાજ્યમાં 2704 દર્દી સાજા થયા છે.રાજ્યમાં આજે 3,30,074 લોકોને રસી આપવામાં આવી હતી.