ગુજરાતમાં કોરોના વાયરસે પગપેસરો કર્યા બાદ દરરોજ તેના પોઝિટીવ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધી 53 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા. ત્યારે શહેરીજનો ચિંતામા પેઠા છે. રાજ્ય સરકાર પણ કોરોના વાયરસના કેસો વધે નહીં તેના માટે તમામ કોશિશો કરી રહી છે. કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ગુજરાતમાં 53 પર પહોંચી છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં 15, રાજકોટમાં 8, વડોદરામાં 8 કેસ, સુરતમાં 7 અને ગાંધીનગરમાં 7 કેસ નોંધાયા છે, ભાવનગર અને કચ્છમાં એક – એક પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 3 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે.
હાલ વડોદરામાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. વડોદરામાં વધુ એક પુરૂષ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમની ઉંમર 66 વર્ષની છે. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તે સાથે જ વડોદરામાં કેસની સંખ્યા વધીને 9 પર પહોંચી ગઇ છે. આ વ્યક્તિને ગોત્રી હોસ્પિટલમાં નિયમાનુસાર સારવાર આપવામાં આવી રહી છે. તે સાથે હવે ગુજરાતમાં કોરોના વાયરસના 48 પોઝિટિવ કેસ થઈ ગયા છે.