ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કેર વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકારોને જણાવ્યું કે, રાજ્યમાં કુલ 38 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 3 સ્થાનિક દર્દીઓ છે. તેમાં પણ સૌથી વધારે કેસ અમદાવાદના છે. અમદાવાદમાં કુલ 14 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. સુરત-વડોદરામાં 7-7, ગાંધીનગરમાં 6 અને રાજકોટમાં 3 તથા કચ્છમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. સાબરકાંઠાના ઈડરના વેરાવળ ગામમાં મુંબઈથી આવેલ પરિવારે સરકારના નિયમોનો ભંગ કર્યો હતો. સરકારના નિયમ અનુસાર આઈસોલેટ ન થતા તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઈડર પોલીસે 14 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરાવી છે.
સુરત-વડોદરામાં 7-7 પોઝિટિવ કેસઃ
કોરોના કહેરના વચ્ચે મંગળવારે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. શ્રીલંકાથી પરત ફરેલા નિઝામપુરના બિલ્ડરનો ચેપ પરિવારને લાગતા અગાઉ 3 સભ્યોના કેસ પોઝિટિવ આવ્યા હતા. બિલ્ડરના પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સુરત શહેરમાં વધુ એક પોઝિટિવ રેસ નોંધાયો છે. જેથી પોઝિટિવનો આંકડો 7 પહોંચી ગયો છે. તો એકનું મોત પણ થયું છે. હાલમાં 4 શંકાસ્પદ કેસ છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. જેમાં દિલ્હીનો પ્રવાસ કરી આવેલી ડભોલીની 19 વર્ષીય યુવતી, શારજાહ અને ચેક રીપબ્લીકનો પ્રવાસ કરી 16 તારીખે સુરત આવેલા વરાછાના 21 વર્ષીય યુવક અને કોઈ પણ ટ્રાવેલ હિસ્ટ્રી નથી એવા યોગીચોકના 28 વર્ષીય યુવક તેમજ ગોપીપુરાના 76 વર્ષીય વૃદ્ધને શંકાસ્પદ લક્ષણો જણાતા ચારેયને સ્મીમેર અને સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાં કોરોના વાઈરસનો વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. કોરોના વાઈરસને પગલે 31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત બાદ મંગળવારે પ્રધાનમંત્રી મોદીએ કોરોનાના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખતા 21 દિવસનું લોકડાઉન સમગ્ર દેશમાં જાહેર કરતા લોકોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો હતો. અને તેઓ પેનિક ખરીદી કરવા રસ્તાઓ પર નીકળી આવ્યા હતા.