રાજ્યમાં કોરોના કેસમાં વધારો નોંધાયો છે.આજે અમદાવાદ,સુરત,ભાવનગરમાં કેસ વધ્યા છે તો સાથે જ છોટાઉદેપુરમાં પહેલો કોરનાનો કેસ નોંધાયો છે.આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 122 થઈ છે.જેમાંથી 9 દર્દી દિલ્હીની તબલીગી જમાતના છે જેમાંથી એક ભાવનગરના દર્દીનું મોત નીપજ્યું છે.આજે પણ અમદાવાદમાં નવા 10 કેસ, ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર અને સુરતમાં 1 નવા પોઝિટિવ કેસ નોંધાયો છે. છોટાઉદેપુરમાં નોંધાયેલા પહેલા કેસનો દર્દી પણ તબલીઘ જમાતની મરકજથી પરત આવ્યો હતો.
ક્યાં કેટલા કેસ
અમદાવાદ – 53 ( 5 દર્દી રિકવર, 5ના મોત )
સુરત – 15 ( 3 દર્દી રિકવર, 2 મોત )
વડોદરા – 10 ( 1 દર્દી રિકવર, 1 મોત )
ગાંધીનગર – 13 ( 4 દર્દી રિકવર )
ભાવનગર – 11 ( 2 દર્દીના મોત )
રાજકોટ – 10 ( 1 દર્દી રિકવર )
પોરબંદર – 3
ગીર સોમનાથ – 2
કચ્છ – 1
મહેસાણા – 1
પાટણ – 1
પંચમહાલ – 1 ( દર્દીનું મોત )
છોટાઉદેપુર – 1