– આજે જે નવા 176 કેસ આવ્યા છે તેમાંથી 143 કેસ અમદાવાદમાં, વડોદરામાં 13, સુરતમાં 13, રાજકોટમાં 2, ભાવનગરમાં 2, આણંદ, ભરૂચ અને પંચહાલમાં 1-1 કેસ આવ્યા છે.
રાજ્યમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે.જેમાં 143 કેસ અમદાવાદમાં જ નોંધાયા છે.આ મોટાભાગના કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1272 પોઝિટિવ કેસ થયા છે.તેમજ રાજ્યમાં વધુ સાત લોકોના મોત થયા છે.આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 48 થયો હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.
ગુજરાતના 33માંથી 8 જિલ્લા એવા પણ છે કે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એટલે કે કેસ વધ્યા જરૂર છે પણ કોરોનાને મર્યાદિત વિસ્તારમાં રોકી પણ લેવાયો છે.ગુજરાતમાં કોરોના ફેલાવાની ઝડપ પણ ઘણી વધારે છે. રાજ્યમાં પહેલો કેસ 19 માર્ચે નોંધાયો હતો અને 18 એપ્રિલ સુધીમાં 1272 કેસ નોંધાઇ ચૂક્યા છે.ગુજરાતમાં કોરોના કહેર યથાવત છે.રાજ્યમાં આજે 176 કેસ આવ્યા છે. જ્યારે 7 લોકોના મોત થયા છે. ઉપરાંત 2 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.આ સાથે ગુજરાતમાં કુલ કોરોના દર્દીની સંખ્યા 1272એ પહોંચી ગઈ છે.આ તમામ આંકડા 17 ફેબ્રુઆરી સાંચે છ કલાક પછીના છે.સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
આજે જે નવા 176 કેસ આવ્યા છે તેમાંથી 143 કેસ અમદાવાદમાં, વડોદરામાં 13, સુરતમાં 13, રાજકોટમાં 2, ભાવનગરમાં 2, આણંદ, ભરૂચ અને પંચહાલમાં 1-1 કેસ આવ્યા છે.
૧૭ . ૦૪ . ૨૦૨૦ ૧૮ . ૦૦ કલાક બાદ નવા નોંધાયેલ કેસોની વિગત
જિલ્લો કેસ પુરૂષ સ્ત્રી
અમદાવાદ ૧૪૩ ૮૪ ૫૯
વડોદરા ૧૩ ૫ ૮
સુરત ૧૩ ૧૦ ૩
રાજકોટ ૨ ૨ ૦
ભાવનગર ૨ ૧ ૧
આણાંદ ૧ ૧ ૦
ભરૂચ ૧ ૧ ૦
પાંચમહાલ ૧ ૧ ૦
કુલ ૧૭૬ ૧૦૫ ૭૧
અમદાવાદમાં જે વિસ્તારમાં કેસ આવ્યા છે તેમાં ગોમતીપુર, વેજલપુર, દરિયાપુર, રામદેવનગર, દાણીલીમડા, ખાનપુર, જમાલપુર, ખાડીયા, અસારવા, જુના વાડજ, બહેરામપુરા, કાંકરીયા અને બોડકદવેનો સમાવેશ થાય છે.આજે જે 7 લોકોના મોત થયા છે તેમાં અમદાવાદમાં 4 સ્ત્રી જેમની ઉંમર ક્રમશઃ 68, 72, 65 અને 50 હતી. ઉપરાંત સુરતમાં એક મહિલા (36 વર્ષ), અરવલ્લીમાં મહિલા (70 વર્ષ) અને વડોદરામાં એક પુરુષ (60)ના મોત થયા છે.ઉપરાંત આજે જે બે લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમાં રાજકોટ 39 વર્ષના પુરુષ અને ગાંધીનગરમાં 34 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં જે 1272 કેસ જેમાંથી 07 ક્રિટિકલ છે જ્યારે 1129 સ્ટેબલ છે. જ્યારે 88 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 48એ પહોંચ્યો છે.છેલ્લા 24 કલાકમાં 2802 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 251 પોઝિટિવ, 2551 નેગેટિવ આવ્યા છે.અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 24614 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 1272 પોઝિટિવ આવ્યા છે જ્યારે 24342 નેગેટિવ આવ્યા છે.લૉકડાઉનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે પરંતુ રાજ્યમાં કોરોનાનો કહેર અટકી નથી રહ્યો.કોરોનાના કુલ પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 18મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યા સુધી કોરોનાને કુલ 176 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા પર પહોંચી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગતરફથી આ માહિતી આપવામાં આવી છે.જેમાંથી અમદાવાદ શહેરમાં જ 143 કેસ મળી આવતા હાહાકાર મચી ગયો છે.