ગાંધીનગર : 2020 ના વર્ષના કોરોનાની મહામારીના કારણે લોકડાઉન લગાવાયું છે.જેમાં શાળાઓ અને કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરીને બાળકો અભ્યાસથી વંચિતના રહી જાય તે માટે ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. હવે નવા વર્ષમાં 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ કરાઇ હતી.હવે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવો નિર્ણય લેવાયો છે. જેની જાહેરાત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.
રાજ્યમાં ધોરણ 9થી 11 ના વર્ગો શરૂ કરવા માટે 8 જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કરી શકાશે.આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીમાં મળેલી રજુઆતોને ધ્યાને લઇને કોરોનાની સ્થિતીમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ 31 જાન્યુઆરી સુધી શાળામાં પ્રવેશ મેળવી શકશે.
કોવિડ 19ની સ્થિતીને કારણે વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ચાર વખત મુદ્દત લંબાવાઇ ચુકી છે. માટે 31 જાન્યુઆરી બાદ તારીખ લંબાવાશે નહી માટે જે વ્યક્તિ ઇચ્છે તે 31 જાન્યુઆરી સુધીમાં પ્રવેશ મેળવે. પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને આ અંતિમ તક આપવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે 9 મહિના કરતા પણ વધારે શાળાઓ બંધ રહ્યા બાદ 11 જાન્યુઆરીથી બોર્ડ ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ કરાવી દેવાયા હતા.જેના કારણે વાલીઓમાં મિશ્ર લાગણી તો શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી.જો કે સરકારે સ્પષ્ટતા કરી છે કે,કોરોના અંગેની SOP નું પાલન દરેક શાળા કોલેજોએ ફરજીયાત કરવું પડશે.ગુજરાત સરકાર દ્વારા તાજેતરમા જ ધો.દસ અને બારમા બોર્ડની શાળાઓ શરૂ કરવામા આવી હતી અને તે દરમ્યાન હવે રાજયમા ધો. નવ અને ૧૧ની શાળાઓ પણ શરૂ કરવાની આજ રોજ જાહેરાત કરવામા આવી છે. શિક્ષણપ્રધાને કહ્યુ છે કે.આગામી ૧ ફેબ્રુઆરીથી ધો. નવ અને ૧૧ના વર્ગાે શરૂ કરવામા આવશે.સરકારશ્રી દ્વારા આઠમી જાન્યુઆરીના રોજ જાહેર કરેલી એસઓપી અમલવારી કરવાની રહેશ.એક ફેબ્રુઆરીથી જ ટયુશન કલાસીસ ચાલુ કરવાની રહેશે.