ગુજરાતમાં આ અઠવાડિયે શિયાળો ગાયબ થઈ ગયો અને ઉનાળો હોય તેવી સ્થિતિ સર્જાય છે. ટૂંકા ગાળામાં શિયાળાની અચાનક વિદાયથી લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્રારા ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ફરીવાર હવામાન વિભાગે ઠંડીની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 24 ફેબ્રુઆરીથી ફરી તાપમાનમાં વધારો થશે. 24 ફેબ્રુઆરીએ બપોરના 35 ડીગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર-ઉતરપૂર્વના પવનના કારણે રાજ્યમાં આગામી બે દિવસ દરમ્યાન ફરી એક વખત તાપમાન ઘટશે.