રાજ્યમાં હાલ ચૂંટણી વર્ષ ચાલી રહ્યું છે.ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે,તેમ તેમ પોલીસ તથા વહીવટી ખાતામાં બદલીઓનો દોર શરૂ થયો છે.આજે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરાને અમદાવાદમાં ઇસરો (IN-SPACe) ખાતે જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યા છે.અને ગુજરાતના આઈએસ ઓફિસર અને રાષ્ટ્રપતિના પૂર્વ સેક્રેટરી અજય ભાદુને દિલ્હી ઇલેક્શન કમિશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિમાવામાં આવ્યા છે.
તાજેતરમાં વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે.જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો કાર્યભાર સાંભળતા શાલીની અગ્રવાલને સુરતના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા હતા.તો હાલ સુરતના મ્યુનિસિપલ કમિશનરનો કાર્યભાર સાંભળતા બંછાનિધિ પાનીને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા.તેમની મુલાકાત બાદથી બદલીનો દોર શરૂ કરવામાં આવી રહ્યો છે.સૂત્રોએ ઉમેર્યુકે આવનાર સમયમાં પોલીસ તથા વહીવટી ખાતામાં વધુ બદલીઓ આવી શકે તેમ છે.