રાજકોટ ગ્રામ્ય,પોરબંદર,વેરાવળ અને સુરતમાં વધુ એક પોઝિટિવ: પોરબંદરમાં મહિલાને પોઝિટિવ
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.આજે બપોરે વધુ ચાર કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના કુલ 64 દર્દીઓ થયા છે.જેમાંથી પાંચના મોત થઈ ગયા છે.જેમાં ત્રણ અમદાવાદમાં,એક ભાવનગર અને એક સુરતમાં મોત થયું છે.આજે બપોરે વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં જામનગર મોકલાયેલા 13 સેમ્પલમાંથી 10 નેગેટિવ આવ્યા હતા જોકે 3 પોઝિટિવ આવ્યા હતા જેમાં રાજકોટના મૂંઝકાનો એક ,પોરબંદરનો એક અને ગીર સોમનાથનો વધુ એક કેસ પોઝિટિવ આવ્યો છે, જયારે સુરતના એક 26 વર્ષીય યુવાનને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.પોરબંદરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. પોરબંદરમાં 48 વર્ષની મહિલાને પોઝિટિવ આવ્યો છે.અત્યાર સુધીમાં અમદાવાદમાં 22, ગાંધીનગર-9, વડોદરા-9, રાજકોટ-9, સુરત-9, કચ્છ-1, મહેસાણા-1, ગીર સોમનાથ-2, ભાવનગર-1માં કેસ સામે આવ્યા છે.
અમદાવાદ 22 વડોદરા 9 રાજકોટ 9 ગાંધીનગર 9 સુરત 9 મહેસાણા 1 કચ્છ 1 ભાવનગર 1 ગીર સોમનાથ 2 પોરબંદર 1