By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજ્યમાં વીજ મટિરીયલની કોઈ અછત નથી : નાણાં મંત્રી કનુ દેસાઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > રાજ્યમાં વીજ મટિરીયલની કોઈ અછત નથી : નાણાં મંત્રી કનુ દેસાઈ
GandhinagarGeneral

રાજ્યમાં વીજ મટિરીયલની કોઈ અછત નથી : નાણાં મંત્રી કનુ દેસાઈ

HM News
Last updated: 31/05/2023 9:17 AM
HM News
3 years ago
Share
Pc : FB
SHARE

– પદાધિકારીઓની રજૂઆતો અન્વયે હકારાત્મક ઉકેલ લાવવા ઉચ્ચ અધિકારીઓને સૂચન
– કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સંસદ સભ્યો તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ હતી

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સંસદસભ્યો તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક કક્ષાએ વાયર,થાંભલા,ટ્રાન્સફોર્મર જેવા કોઈપણ વીજ મટિરિયલની અછત રાજ્યમાં નથી.આથી રહેણાંક,ખેતી કે ઉદ્યોગ માટેની તમામ અરજીઓનો સુચારૂ રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે.આ બેઠકમાં સંબંધિત વિભાગની કામગીરી અને બંને પક્ષના પ્રશ્નો અંગે હકારાત્મક અને વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને સાંસદ તથા ધારાસભ્યોએ સુધારાવાદી સૂચનો કર્યા તેમજ હાલની વીજ પરિસ્થિતિ અગાઉ કરતા ધણી સંતોષકારક હોવાની લાગણી વ્યકત કરી હતી.

કનુ દેસાઈએ આ પ્રસંગે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત આગળ ધપાવી રહી છે.ગુજરાતના વિકાસને વધુ વેગવંતો બનાવવામાં નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ છે.સ્થાનિકોના પ્રશ્નો સંસદસભ્યો-ધારાસભ્યો રાજ્ય સરકાર સુધી પહોંચાડે છે જેના આધારે જ રાજ્ય સરકાર તેમના પ્રશ્નોનો યોગ્ય નિકાલ લાવી શકે છે.

વધુમાં તેમણે રાજ્યમાં આગામી બે વર્ષ સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે અંગેની કામગીરી પ્રગતિ હેઠળ છે,જે માટે વીજલાઈનોનનું માળખાકીય સુદ્રઢીકરણ ચાલું હોવાનું જણાવ્યું હતું.તેમણે ઊર્જા વિભાગની પ્રસંશા કરતાં કહ્યું હતું કે, મહામારીમાં વૈશ્વિક સ્તરે કોલસા અને ગેસની અછત સર્જાઈ હતી,જેના કારણે પાવર પ્લાન્ટ્સની ઉત્પાદન ક્ષમતા ઓછી હતી.આવા કપરાં કાળમાં પણ રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા એકપણ દિવસના પાવર કટ વિના ચોવીસ કલાક વીજળી પૂરી પાડી છે.

પરામર્શ સમિતિના સભ્ય,સંસદસભ્યો-ધારાસભ્યો દ્વારા સંબંધિત વિભાગવાર જુદી-જુદી રજૂઆતો કરવામાં આવી હતી.જેમાં ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા,ગેસ પાઈપલાઈન તથા વીજવિતરણ લાઈન નાંખતા પૂર્વે સ્થાનિક ખેડૂતો સાથે સંકલન કરવું, ગ્રામ્યકક્ષાએ વીજ બિલની 20 હજાર સુધીની રોકડ રકમ સ્વીકારવા,શહેરી વિકાસ અંતર્ગત અન્ડરગ્રાઉન્ડ વીજલાઈન નાંખવા,સોલર રૂફટોપ અંતર્ગત પેદા થતી વીજળીનું યુનિટદીઠ વળતર વધારવા,રહેણાંકના કનેક્શનના ટ્રાન્સફરના કિસ્સામાં કનેક્શન ડિપોઝીટની રકમ ફરીથી ન ભરવા,વીજચોરીના કિસ્સામાં પોલીસની મદદથી ઝુંબેશ ચલાવવા,વીજ હેલ્પલાઈનની કામગીરી યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવા,ચોમાસા પૂર્વે વીજલાઈન-થાંભલા આસપાસના જોખમી વૃક્ષોનું ટ્રિમીંગ કરવા વગેરે જેવા મુદ્દે ચર્ચા-વિમર્શ થયો હતો.આ ઉપરાંત વીજ વિતરણની કામગીરી સુદૃઢ બનાવવા સંદર્ભે ટ્રાયબલ સબ પ્લાન કે વનબંધુ યોજના અંતર્ગત વધુ નાણાં ફાળવવા અંગે પણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

આ બેઠકમાં સંસદસભ્ય નારણભાઈ કાછડીયા,સંસદસભ્ય દિનેશભાઈ અનાવાડીયા,નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ,માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ,કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર,પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર,સાવલીના ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર,સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ,ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી તથા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ ઉપસ્થિત રહી પોતાના વિસ્તારની વિવિધ રજૂઆતો અન્વયે વિચાર-વિમર્શ કર્યો હતો.ઉપરાંત તમામ સભ્યોએ ઊર્જા વિભાગની કામગીરીથી તેમજ નાણા વિભાગ દ્વારા સમયસર ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે તે બાબતે સંતોષ વ્યકત કર્યો હતો.

આ બેઠકમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ જે.પી.ગુપ્તા,નાણાં વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી મોના ખંધાર,ઊર્જા અને પેટ્રેકેમિકલ્સ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી મમતા વર્મા,ગુજરાત ઊર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરે, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ તોરવણે,જાહેર સાહસોના કમિશનર જે.રંજિથકુમાર,તમામ વીજ વિતરણ કંપનીઓના મેનેજીંગ ડિરેક્ટર્સ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓએ આ બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વર્ષ 2022-23માં RBIની કુલ આવકમાં 47% નો વધારો
Next Article એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને જામીન માટે નવી અરજી કરવા સુપ્રીમનો આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up