– રાદડિયા,બાવળીયા,ભંડેરી,ભારદ્વાજ,ઝડફીયા,પાપરા,ધર્મેન્દ્રસિંહ,ફળદુ,દલાલ,ખીમાણી,રાણાને સોંપાયેલી જવાબદારી
આગામી દિવસોમાં યોજાનારી પંચાયતોની ચૂંટણી સંદર્ભે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતનાઓની હાજરીમાં મળેલી ચિંતન શિબિર બાદ જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ,પ્રદેશ ઇલેક્શન ઇન્ચાર્જ,પ્રદેશ પ્રવક્તા અને ઝોન પ્રવક્તાઓની નિમણૂક જાહેર કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કરાયેલી નિમણૂકની વાત કરીએ તો જામનગર જિલ્લાની જવાબદારી મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી અને પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાને સોંપવામાં આવી છે.દ્વારકા જિલ્લામાં પ્રદિપભાઇ ખીમાણી અને કિરીટસિંહ રાણાને મૂકવામાં આવ્યા છે.રાજકોટ જિલ્લાની જવાબદારી પ્રકાશ સોની અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આપવામાં આવી છે.મેઘજીભાઈ કણઝારિયા અને સૌરભ દલાલને મોરબી જિલ્લાની જવાબદારી આપવામાં આવી છે.રમેશભાઈ રૂપાપરા અને ગોરધનભાઈ ઝડફિયાને જૂનાગઢ જિલ્લા માટે મૂકવામાં આવ્યા છે.ગીર સોમનાથ જિલ્લા માટે મહેન્દ્રભાઈ પ્નોત અને જવાહરભાઈ ચાવડા,પોરબંદરમાં ચિમનભાઇ સાપરીયા અને ભરતભાઇ બોઘરા,અમરેલીમાં જીતુભાઈ વાઘાણી અને ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાવનગર જિલ્લામાં આત્મારામ પરમાર અને કુવરજીભાઈ બાવળીયા, બોટાદમાં અમોહ શાહ અને કુશળસિહ પઢેરીયાને મૂકવામાં આવ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં નીતિન ભારદ્વાજ અને આર.સી.ફળદુને જવાબદારી સોંપવામાં આવી છે.
સૌરાષ્ટ્રના પ્રવક્તાની જવાબદારી ફરી રાજુ ધ્રુવના શિરે
ભારતીય જનતા પક્ષના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા તરીકે વર્ષોથી જવાબદારી સંભાળતા રાજુભાઈ ધ્રુવને વધુ એક વખત પંચાયતની ચૂંટણી માટે સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.કચ્છ ઝોનમાં પંકજભાઇ મહેતા,દક્ષિણ ઝોનમાં હર્ષ સંઘવી,મધ્ય ઝોનમાં કેયુર રોકડિયા અને ઉત્તર ઝોનમાં રજની પટેલને મૂકવામાં આવ્યા છે.
મહેશ કસવાલાને બબ્બે જવાબદારી
પંચાયતની સમગ્ર ચૂંટણીમાં પ્રદેશ ઇન્ચાર્જની મુખ્ય જવાબદારી આઇ.કે.જાડેજાને સોંપવામાં આવી છે અને તેની ટીમમાં ભાર્ગવ ભટ્ટ તથા મહેશ કસવાલાને લેવામાં આવ્યા છે.પ્રદેશ પ્રવક્તા તરીકેની મુખ્ય જવાબદારી ભરતભાઈ પંડયાને સોંપવામાં આવી છે અને તેની સાથે મહેશ કસવાલા સહિત અન્ય ચારને લેવામાં આવ્યા છે. પ્રદેશ ઇન્ચાર્જ અને પ્રદેશ પ્રવકતા એમ બંને લિસ્ટમાં મહેશ કસવાલાનો સમાવેશ કરાતા આ બાબત ભાજપ્ના આંતરિક રાજકારણમાં ભારે ચચર્નિો મુદ્દો બન્યો છે.
મહાનગરોના ઇન્ચાર્જનું લિસ્ટ હવે જાહેર કરાશે
પંચાયતોની સાથોસાથ રાજકોટ,જામનગર,ભાવનગર,અમદાવાદ,વડોદરા,સુરત મહાનગરપાલિકાઓની પણ ચૂંટણી યોજાવાની છે.પરંતુ આજે જાહેર કરાયેલા લિસ્ટમાં મહાનગરપાલિકાઓના ઇન્ચાર્જની જાહેરાત કરવામાં આવી નથી.ભાજપ્ના આગેવાનોના કહેવા મુજબ આગામી દિવસોમાં આ લીસ્ટ જાહેર કરવામાં આવશે અને મહાનગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી માટેની રણનીતિ પણ ગ્રામ્ય વિસ્તારથી સ્વાભાવિક રીતે અલગ પ્રકારની હશે.