અમદાવાદ : અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા 5 PIની આંતરિક બદલી કરવામાં આવી છે. 5 PI ની અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.દરિયાપુર,કારંજ,વસ્ત્રાપુર,સાઇબર ક્રાઇમ,વિશેષ શાખા ના PIની બદલી થઈ છે.
અમદાવાદ શહેરના વધુ 5 PIની આંતરિક બદલીના ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે,શહેરકોટડા PI રાજપૂતની એલિસબ્રિજમાં બદલી,ઈસનપુર સેકેન્ડ PI સાંખલાની શહેરકોટડામાં બદલી, SOG PI કે.જે ઝાલાની વાસણામાં બદલી, ગોમતીપુર PI સી.બી ટંડેલની ક્રાઇમબ્રાન્ચમાં બદલી,કન્ટ્રોલરૂમ PI જે.કે રાઠોડની ગોમતીપુરમાં બદલી કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના 3 મહાનગરના પોલીસ કમિશ્નરની બદલી થશે.રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની બદલી કરાશે.અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવની બદલી થશે.સુરત પોલીસ કમિશ્નર અજય તોમરની બદલી થશે.
બદલી અંગે અલગ-અલગ ધારા-ધોરણ ધ્યાને લેવાશે.કોરોના દરમિયાન કરાયેલી કામગિરીની બદલી દરમિયાન નોંધ લેવાશે.ગુના પર અંકુશ – ગુનાનો ભેદ ઉકેલવાના કિસ્સા પણ ધ્યાને લેવાશે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાનની કામગિરીને આધારે પણ ધોરણ નક્કી થશે.રાજ્યના 50થી વધુ આઈપીએસની બદલીનો આગામી સમયમાં ગંજી પો ચીપાનાર છે.જીલ્લા પોલીસ વડા તેમજ 3 શહેર પોલીસ કમિશ્નરની બદલીની ઘડીઓ ગણાઈ રહી છે
આ ઉપરાંત વધુમાં સુત્રોના જણાવ્યા અનુસાર IPS અજય તોમરને અમદાવાદ પોલીસ કમિશ્નરનો હવાલો સોંપાઈ શકે છે.રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને સુરતનો હવાલો સોંપાઈ શકે છે.અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને એસીબી ડાયરેક્ટર બનાવાય તેવી સંભાવના રહેલી છે.આ બાબતમાં રાજકોટ પોલીસ કમિશ્નર માટે 5 નામ રેસમાં રહેલા છે.જેમાં રાજુ ભાર્ગવ, રાજકુમાર પાંડિયન,નીરજા ગોટરૂ,કે એલ એન રાવ,નરસિમ્હા કોમરના નામ રેસમાં રહેલા છે.
વર્ષ 2017 બેચના 6 પ્રોબેશનરી આઈપીએસને જીલ્લા પોલીસ વડા તરીકે નિમણૂંક અપાશે.ગાંધીનગર,ગોધરા,દાહોદ,અમરેલી સહિત 17 જિલ્લાના પોલીસ વડાની બદલી થશે.વડોદરા અને સુરત ક્રાઇમ બ્રાંચ ડીસીપીની પણ બદલી થશે. અમદાવાદ ટ્રાફિક ડીસીપીની બદલી થશે.ચોક્કસ કારણોસર વડોદરા ઝોનના 1 ડીસીપી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના 1 જીલ્લા પોલીસ વડાની બદલી થશે.


