ગાંધીનગર,તા.૨૫
રાજ્યમાં આગામી ૨૬મી માર્ચના રોજ રાજ્યસભાની ચાર બેઠકોમાં મુદત પૂર્ણ થતા ચૂંટણી યોજાશે. આ ચૂંટણી પહેલાં જ રાજ્યમાં રાજકારણની સોગઠીઓ ખેલાવા લાગી છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સાંસદની ટર્મ પૂર્ણ થતા યોજાવાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે દાવો કર્યો છે કે ‘ભાજપે મને પણ ઓફર કરી હતી પરંતુ હું જોડાયો નથી.’
કોંગ્રેસના મુખ્ય દંડક અશ્વિન કોટવાલે જણાવ્યું, ‘આ વખતે રાજ્યસભાની ચાર બેઠકોમાંથી બે બેઠકો કોંગ્રેસના ભાગે આવે છે. બીજી વાત કહેવામાં આવે છે કે કોંગ્રેસના ધારાસભ્યોનું ખરીદ-વેચાણ થશે પરંતુ હું માનતો નથી કે ભાજપમાં ગયેલા ધારાસભ્યોને ગુજરાતની પ્રજા સ્વીકારતી નથી. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકોના મંત્રીઓના કામો પણ થતા નથી. આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય ખરીદી શકાશે નહીં. કોંગ્રેસ છોડી ગયેલા ધારાસભ્યો પણ કોઈને આવવા માટે ના પાડે છે. હું માનતો નથી કે આ વખતે ૭૨માંથી કોઈ પણ ધારાસભ્ય જશે નહીં
હું જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું ત્યારથી મને પણ ઓફરો આવે છે પરંતુ હું કોંગ્રેસમાં જ રહેવાનો છું અને કોંગ્રેસમાંથી ક્યાંય જવાનો નથી. કોંગ્રેસ અને મારા સમાજ સાથે છું અને રહીશ. અમારા સમાજના અનેક પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પુરા થયા નથી.
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગી ધારાસભ્ય કોટવાલનો દાવો, ‘મને પણ ભાજપે ઓફર કરી’તી’
Leave a Comment