રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં જવાબ આપ્યો.MSP છે,હતું અને રહેશે…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીને જ્યારે કૃષિ સુધારાઓ કરવા પડ્યા ત્યારે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેઓ પીછે હટ્યા નહોતાં. ત્યારે લેફવાળા કોંગ્રેસને અમેરિકાના એજન્ટ બતાવતા હતા, આજે મને પણ તે ગાળો આપવામાં આવી રહી છે.
પીએમ મોદીએ અપીલ કરતા કહ્યું કે આંદોલનકારીઓને સમજતા અમારે આગળ વધવાનું છે, ગાળોને મારા ખાતામાં જવા દો પરંતુ સુધારાને થવા દો.પીએમ મોદીએ કહ્યું કે વડીલો આંદોલનમાં બેઠા છે,તેઓને ઘરે જવું જોઇએ.આંદોલન પુરુ કરો અને ચર્ચા આગળ ચાલતી રહે.ખેડૂતો સાથે સતત વાતચીત ચાલી રહી છે
કૃષિ કાયદો અને ખેડૂત આંદોલન પર આપ્યું નિવેદન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન કહ્યું કે આપણે નક્કી કરવું પડશે કે દરેક સમસ્યાનો ભાગ બનીશું અથવા સમાધાનનું માધ્યમ બનીશું.રાજનીતિ અને રાષ્ટ્રનીતિમાં આપણે કોઇ એકની પસંદગી કરવી પડશે. પીએમ મોદીએ કહ્યું કે સંસદમાં ખેડૂત આંદોલનની ચર્ચા થઇ, જે પણ બતાવામાં આવ્યું તે આંદોલનને લઇને બતાવામાં આવ્યું પરંતુ મૂળ વાત પર ચર્ચા થઇ નહીં.
પીએમ મોદીએ કહ્યું કે પૂર્વ પીએમ દેવેગૌડાએ સરકારના પ્રયત્નોની પ્રશંસા કરી, તેની સાથે સુચન પણ આપ્યાં.પીએમ મોદીએ ચૌધરી ચરણ સિંહના વાક્યને સદનમાં વાંચ્યો, ખેડૂતોનું સેંસેસ લેવામાં આવ્યું તો 33 ટકા ખેડૂતો એવા છે જેમની પાસે 2 વીઘાથી ઓછી છે, 18 ટકા જે ખેડૂત કહેવાય છે તેમની પાસે 2-4 વીઘા જમીન છે.એ ગમે તેટલી મહેનત કરી લે, પરંતુ પોતાની જમીન પર તેમનું ભરણપોષણ ન કરી શકે.
પીએમ મોદીએ કહ્યું કે સંબોધનમાં કહ્યું કે હાલના સમયમાં જેમની પાસે 1 હેકટરથી ઓછી જમીન છે,તેઓ 68 ટકા ખેડૂત છે,86 ટકા ખેડૂતોની પાસે 2 હેકટરથી પણ ઓછી જમીન છે.આપણે આપણી યોજનાઓમાં કેન્દ્રમાં 12 કરોડ ખેડૂતોને ધ્યાનમાં રાખવા પડશે.
ખેડૂતો માટે શું કર્યું, પીએમ મોદી કહ્યું…
પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કરતા કહ્યું કે ચૂંટણીના સમયે લોનમાફી આપવામાં આવે છે,પરંતુ તેનાથી નાના ખેડૂતોને ફાયદો થતો નથી. પરંતુ છેલી પાક વીમા યોજના પણ મોટા ખેડૂતો માટે હતી,જે માત્ર બેંકમાંથી લોન લેતો હતો.
પીએમ મોદીએ કહ્યું 2014માં અમારી સરકાર આવતા કેટલાંક પરિવર્તન કરવામાં આવ્યાં અને પાક વીમાનું ક્ષેત્ર વધારવામાં આવ્યું. પીએમ મોદીએ કહ્યું કે પાક વીમા યોજના હેઠળ 90 હજાર કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી. અમે અંદાજે 1.75 કરોડ લોકો સુધી ખેડૂત ક્રેડિટ કાર્ડ પહોંચાડ્યાં.
પીએમ મોદીએ કહ્યું કે અમે ખેડૂત સમ્માન નિધિ યોજના લાગુ કરી, દસ કરોડ પરિવારોને તેનો લાભ મળ્યો અને 1.15 લાખ કરોડ ખેડૂતોના ખાતામાં ગયા છે. બંગાળમાં રાજનીતિ વચ્ચે ન આવી હોત તો ત્યાંના લાખો ખેડૂતોને તેનો લાભ મળી શક્યો હોત.અમે 100 ટકા ખેડૂતોને સોયલ હેલ્થ કાર્ડ રજૂ કર્યાં.
યૂ-ટર્ન કેમ લઇ રહ્યું છે વિપક્ષ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે શરદ પવાર સહિત કેટલાંક કોંગ્રેસ નેતાઓએ કૃષિ સુધારા અંગે વાત કરી છે.શરદ પવારે અત્યારે પણ સુધારાનો વિરોધન કર્યો નથી, અમે જે સારુ લાગ્યું તે કર્યું આગળ પણ સુધારા કરતા રહીશું. આજે વિપક્ષ યૂ-ટર્ન કેમ કરી રહ્યું છે, કેમ કે રાજનીતિ હાવી છે.
પીએમ મોદીએ સદનમાં પૂર્વી પીએમ મનમોહનસિંહના નિવેદનને વાંચ્યું, અમારી સોચ છે કે મોટા માર્કેટને લાવવા માટે જે મુશ્કેલીઓ છે, અમારો પ્રયત્ન છે કે ખેડૂતને પાક વેચાણ કરવાની મંજૂરી મળે. પીએમ મોદીએ કહ્યું કે જે મનમોહન સિંહે કહ્યું તે મોદીને કરવું પડ્યું છે, તમને ગર્વ થવો જોઇએ.
દુનિયાને મદદ પહોંચાડી રહ્યું છે ભારત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું જે દેશને ત્રીજી દુનિયાનો ભાગ માનવામાં આવતો હતો, ત્યારે ભારતને એક વર્ષમાં બે વેક્સીન બનાવી અને દુનિયાને મદદ પહોંચાડી. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોરોના સામે કોઇ દવા નહોતી,ત્યારે ભારતે 150 દેશમાં દવા પહોંચાડી. ભારતે જ્યારે હવે વેક્સીન બનાવી છે,ત્યારે દુનિયાને ભારત વેક્સીન આપી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની અંદર પણ કેન્દ્ર અને રાજ્યની સરકાર મળીને કામ કરી રહી છે.
વિપક્ષ પર પીએમ મોદીએ તાક્યું નિશાન
પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટ આવ્યું, ત્યારે ભારત માટે દુનિયા ચિંતિત હતી. જો ભારત પોતાને સંભાળી નહીં શકે તો દુનિયામાથે સંકટ વધશે. ભારતે પોતાના દેશના નાગરિકોની રક્ષા માટે એક અજ્ઞાત દુશ્મન સામે જંગ લડી. પરંતુ આજે દુનિયા આ વાત પર ગર્વ કરી રહ્યું છે કે ભારતે આ લડાઇ જીતી છે. આ લડાઇ કોઇ સરકાર અથવા વ્યક્તિએ જીતી નથી, પરંતુ હિંદુસ્તાનનો તેનો ક્રેડિટ જાય છે.
પીએમ મોદીએ કહ્યું કે કોરોનાકાળમાં એક વૃદ્ધ મહિલાએ પોતાની ઝુપડીની બહાર દીવો પ્રગટાવ્યો,પરંતુ તેની પણ મજાક ઉડાવામાં આવી. વિપક્ષ આવી વાતો ના કરે જેનાથી દેશનું મનોબળ તુટી જાય.
પીએમ મોદીએ સરકારની ઉપલબ્ધિ ગણાવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારતમાં ડબલ ડિજિટ ગ્રોથનું અનુમાન છે, દુનિયાના ઘણા દેશોને રોકાણ મળી રહ્યું નથી,પરંતુ ભારતમાં લોકો રોકાણ કરવા ઇચ્છે છે. ક્યારેક મોબાઇલ ફોનને લઇને મજાક ઉડાવામાં આવી,પરંતુ આજે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઇલ નિર્માતા દેશ છે.પીએમ મોદીએ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક હોય અથવા એરસ્ટ્રાઇક, ભારતની તાક દુનિયાએ જોઇ છે.
પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે પહેલા દિવસે ગરીબો માટે કામ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે જો ગરીબોને આત્મવિશ્વાસ મળ્યો તો પોતે મહેનત કરી આગળ વધશે.

