IPS અધિકારીઓની બદલી બાદ હવે IAS અધિકારીઓની બદલીનો ધમધમાટ જોવા મળ્યો છે.રાજ્ય સરકારે કરેલી આ બદલીમાં વડોદરા કોર્પોરેશનના કમિશનર નલીન ઉપાધ્યાયના સ્થાને પી. સ્વરૂપને નિયુક્ત કર્યા છે.જ્યારે નલીન ઉપાધ્યાયને સહકાર સચીવ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સેવામાં રહેલા મહિલા અનુરાધા મલની બદલી કરીને સરદાર પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિન.-સ્પીપામાં ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પહેલા આ પોસ્ટ પર કે.એમ. ભીમજીયાણી હતા જેઓને સેટલમેન્ટ કમિશનમાં અને લેન્ડ રેકોર્ડ વિભાગમાં ગાંધીનગર મૂકવામાં આવ્યા છે. આ હોદ્દા પર અગાઉ હર્ષદ પટેલ સેવામાં હતા. પી. સ્વરૂપ એક લાંબા સમયથી વિદેશમાં ટ્રેનિંગ અર્થે ગયા હતા.હવે તેમને વડોદરા શહેર કમિશનર તરીકે બદલી આપવામાં આવી છે. સહકાર સચીવ તરીકે આ પહેલા મનીષ ભારદ્વાજ સેવામાં હતા.હવે નલીન ઉપાધ્યાય સહકાર,પશુપાલન,ગાય ઉછેર અને મત્સ્ય ઉદ્યોગ,કિસાન કલ્યાણ અને સહકાર વિભાગમાં ફરજ અદા કરશે.તેમજ આ તમામ વિભાગનું મુખ્ય સંચાલન કરશે.જ્યારે મનીષ ભારદ્વાજની બદલી કૃષિ,ખેડૂત કલ્યાણ તથા સરકારના અન્ય સહકાર વિભાગમાં કરી દેવામાં આવી છે.જ્યારે હર્ષદ પટેલને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઓફ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.જેઓ અગાઉ સરકારના કમિશનર ઓફ રીલિફ અને એક્સ ઓફિસિયો એડિશનલ સેક્રેટરી તરીકે ગુજરાત સરકારના મહેસુલ વિભાગમાં સેવા આપી રહ્યા હતા.
આ પહેલા જુદા જુદા જિલ્લાના IPS અધિકારીની ટ્રાંસફર કરવામાં આવી હતી.બે અઠવાડિયા પહેલા આ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.ટી.એસ.બિસ્ત જેઓ સિવિલ ડિફેન્સ એન્ડ કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ અમદાવાદમાં હતા એમની ગાંધીનગર ક્રાઈમ એન્ડ રેલવે વિભાગમાં બદલી કરવામાં આવી છે. IPS અજય કુમાર તોમર જેઓ અમદાવાદમાં સ્પેશ્યલ કમિશનર ઓફ પોલીસ પદે હતા એમની સુરત પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.આમ કુલ મળીને 74 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાની DGP તરીકે નિયુક્તિ કરવામાં છે.જ્યારે સંજય શ્રીવાસ્તવને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.અગાઉ આર.બી.બ્રહ્મભટ્ટ જેઓ સુરત હતા એમની વડોદરા પોલીસ કમિશનર પદે બદલી કરવામાં આવી છે.જ્યારે અનુપમસિંહ ગહેલોતની ગાંધીનગર બદલી થઈ છે જેઓ અગાઉ વડોદરા પોલીસ કમિશનર હતા.