By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજ કુંદ્રા : શિલ્પા શેટ્ટીના પતિની હીરાના વેપારથી IPLમાં સટ્ટાખોરી અને પોર્ન ફિલ્મો સુધીની કહાણી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > રાજ કુંદ્રા : શિલ્પા શેટ્ટીના પતિની હીરાના વેપારથી IPLમાં સટ્ટાખોરી અને પોર્ન ફિલ્મો સુધીની કહાણી
GeneralNational

રાજ કુંદ્રા : શિલ્પા શેટ્ટીના પતિની હીરાના વેપારથી IPLમાં સટ્ટાખોરી અને પોર્ન ફિલ્મો સુધીની કહાણી

HM News
Last updated: 20/07/2021 9:47 AM
HM News
5 years ago
Share
SHARE

દેશમાં બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડે મોટી ચર્ચા જગાવી છે.મુંબઈ પોલીસે સોમવારે તેમને એક કેસ સંબંધે પૂછપરછ મામલે સમન્સ પાઠવી બોલાવ્યા હતા.જોકે, પૂછપરછ બાદ તેમની ધરપકડ કરાઈ હતી.ધરપકડના સમાચાર આવતાં જ સોશિયલ મીડિયાથી લઈ મુખ્ય પ્રવાહનાં મીડિયામાં તેના પર મોટી ચર્ચાઓ જોવા મળી છે.અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા એક બિઝનેસમૅન છે.શિલ્પા તેમનાં બીજાં પત્ની છે.

શું છે કેસ?

મુંબઈ પોલીસ અનુસાર ફેબ્રુઆરી-2021માં કુંદ્રા સામે એક પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી.જેમાં આરોપ હતો કે કુંદ્રા કથિતરૂપે અશ્લીલ ફિલ્મો બનાવી તેને એક પૅઇડ મોબાઇલ ઍપ્લિકેશન પર સ્ટ્રિમિંગ માટે અપલૉડ કરતી કંપની સાથે સંકળાયેલા છે.
હાલ આ કેસમાં કુંન્દ્રા સહિત અન્ય 11 લોકોની ધરપકડ થઈ હોવાના સમાચાર છે.કુંન્દ્રાને કોર્ટમાં રજૂ કરાયા છે.આ કેસ અને ધરપકડ મામલે મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલે પત્રકાર પરિષદ યોજી હતી.જેમાં તેમણે કહ્યું, “ફેબ્રુઆરી-2021માં મુંબઈ ક્રાઇમ બ્રાંચમાં એક કેસ દાખલ થયો હતો.જેમાં અશ્લીલ ફિલ્મો બનાવવાની તથા તેને કેટલીક મોબાઇલ ઍપ્લિકેશન પર પ્રસારિત કરવાની ફરિયાદ કરાઈ હતી. આ સમગ્ર કેસમાં રાજ કુંદ્રા મુખ્ય ષડ્યંત્રકર્તા હોવાથી અમે તેમની ધરપકડ કરી છે.”

તેમણે ઉમેર્યું, “અમારી પાસે આ વિશે પૂરતા પૂરાવા છે. તપાસ હજુ પણ ચાલુ છે.” કુંદ્રા સામે આઈપીસીની કલમો તથા આઈટી અને મહિલાસુરક્ષા સંબંધિત કાનૂનની કેટલીક કલમો લગાવાઈ હોવાના અહેવાલ છે.

કોણ છે રાજ કુંદ્રા?

રાજકુંદ્રાનો જન્મ યુકેમાં થયો હતો.તેમના પિતા પંજાબના રેહવાસી હતા.પરંતુ તેઓ બાદમાં યુકેમાં સ્થાયી થયા હતા.જ્યાં તેઓ બસ કંડક્ટરની નોકરી કરતા હતા.કુંદ્રા શરૂઆતમાં ‘પશમીનો શાલ’નો વેપાર કરતા હતા. ત્યાર પછી તેમણે કેટલાક અન્ય બિઝનેસમાં હાથ અજમાવ્યો અને મોટા ઉદ્યોગપતિ બન્યા.તેમનો ઉછેર યુકેમાં જ થયો છે. જ્યારે માતાપિતા યુકેમાં સ્થાયી થતાં પહેલાં પંજાબના લુધિયાણામાં રહેતાં હતાં.પિતા કંડક્ટર હતા અને માતા એક દુકાનમાં કામ કરતાં હતાં. પરિવાર સાધારણ હતો. પરંતુ પછી તેમના પિતાએ એક નાનો બિઝનેસ શરૂ કર્યો હતો.કુંદ્રા 18 વર્ષના થયા પછી દુબઈ જતા રહ્યા અને ત્યાંથી નેપાળ પણ ગયા. ત્યાંથી તેમણે શાલનો બિઝનેસ શરૂ કર્યો.તેઓ નેપાળથી બ્રિટન પરત ફર્યા તો પોતાની સાથે કન્ટેનર ભરીને શાલ પણ લેતા આવ્યા. આ તમામ શાલ તેમણે મોટા બ્રિટિશ હાઉસમાં સપ્લાય કરી. પ્રથમ વર્ષે જ તેમને લગભગ બે કરોડ પાઉન્ડનો ફાયદો થયો.હવે રાજ પાસે અન્ય વેપારમાં ઝંપલાવવા માટે પૂરતા પૈસા હતા. તેમણે હીરાનો વેપાર શરૂ કર્યો અને સફળ રહ્યા.રશિયા,યુક્રેન અને સંયુક્ત આરબ અમીરાત જેવાં રાષ્ટ્રોમાં વેપારી સંભાવના જોતાં રાજે ખનન, રિયલ એસ્ટેટ અને અક્ષય ઊર્જા જેવાં ક્ષેત્રોમાં પણ ડગ માંડ્યાં,ત્યાર બાદ તેમણે દુબઈમાં એક કંપની બનાવી અને પછી બોલીવૂડ ફિલ્મ પ્રોડક્શનમાં પણ ઝંપલાવ્યું.તેમણે ‘સતયુગ ગોલ્ડ’, ‘સુપર ફાઇટ લીગ’ અને તાજેતરમાં જ ‘બૅસિયન હૉસ્પિટલિટી રેસ્ટોરાં ચેઇન’માં પણ રોકાણ કર્યું છે.

આ ઉપરાંત તેઓ વર્ષ 2015માં બેસ્ટ ડિલ ટીવીના પ્રમોટર બન્યા. તે એક હોમ શૉપિંગ ચેનલ હતી.તેના પ્રમોટર અક્ષય કુમાર પણ હતા. ઉપરાંત કુંદ્રાએ ભારતના ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ હેઠળ પ્રથમ લાઇવ સ્ટ્રિમિંગ ઍપ ‘જલ્દી લાઇવ સ્ટ્રિમ ઍપ’ શરૂ કરી.તેમાં તેઓ પ્રોફેશનલ અને પ્રમોટર્સનો કૉન્ટેન્ટ લાઇવ અથવા નોન-લાઇવ સ્ટ્રિમ કરતા હતા.

રાજ કુંદ્રા અને વિવાદો

રાજ કુંદ્રા આ પહેલી વાર કોઈ વિવાદમાં નથી સપડાયા.આ પૂર્વે તેઓ વર્ષ 2013માં આઈપીએલ-6 વખતે ક્રિકેટ મૅચના સટ્ટાકાંડ મામલે પણ વિવાદોમાં ઘેરાયા હતા.એ સમયે દિલ્હી પોલીસે તેમની પૂછપરછ કરી હતી જેમાં તેમણે કબૂલ્યું પણ હતું કે તેમણે સટ્ટો રમ્યો હતો અને તેમાં મોટી રકમ ગુમાવી હતી.તેઓ આઈપીએલની ટીમ ‘રાજસ્થાન રૉયલ્સ’ના સહ-માલિક રહ્યા છે.સમગ્ર પ્રકરણને કારણે સુપ્રીમ કોર્ટે તેમની પર સ્ટેડિયમમાં ક્રિકેટ જોવા પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો.વળી એ જ વર્ષે તેમની ટીમને બે વર્ષનો પ્રતિબંધ પણ ફટકારવામાં આવ્યો હતો. હવે તેમની ધરપકડ પોર્નોગ્રાફી કેસ મામલે થઈ છે.તેઓ એક કૉલેજ ડ્રૉપઆઉટ છે અને શાલના વેપારથી કરોડપતિ બિઝનેસમૅન તરીકેની સફર ખેડી છે.બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે લગ્ન બાદ તેઓ વધુ ચર્ચામાં રહ્યા છે.

શિલ્પા શેટ્ટી સાથે લગ્ન

વર્ષ 2004માં ‘સક્સેઝ’ સામયિકે તેમને બ્રિટનના સૌથી ધનિક એશિયન મૂળના લોકોની યાદીમાં 198મા ક્રમે રાખ્યા હતા.29 વર્ષના રાજ એ સમયે આ યાદીમાં સામેલ થનારા સૌથી યુવાન હતા.તેનાં ત્રણ વર્ષ બાદ એટલે કે 2007માં તેઓ પ્રથમ પત્ની કવિતાથી અલગ થઈ ગયા. ત્યાર બાદ તેમની મુલાકાત શિલ્પા શેટ્ટી સાથે થઈ, જેઓ ‘બિગ બ્રધર ટીવી’ શોમાં ભાગ લેવા માટે એ વખથે યુકે પહોંચ્યાં હતાં. ધીમેધીમે તેઓ નજીક આવતાં ગયાં.શિલ્પા અને કુંન્દ્રાએ નવેમ્બર 2009માં ભારતમાં લગ્ન કર્યાં અને એ જ વર્ષે રાજ કુંન્દ્રાએ આઈપીએલની ટીમ ‘રાજસ્થાન રૉયલ્સ’માં 11.7 ટકા હિસ્સો ખરીદ્યો.રાજ બે બાળકોના પિતા છે. તેમણે ‘શિલ્પા શેટ્ટી ફાઉન્ડેશન’ નામે એક ચૅરિટેબલ સંસ્થા પણ સ્થાપી છે.

પોર્ન અને કાયદો

વિશ્વભરમાં પોર્નોગ્રાફી એક મોટો કારોબાર છે. તેમાં યૌન કૃત્યો અને નગ્નતા પર આધારિત તસવીરો,વીડિયો,ટેક્સ્ટ અને ઑડિયો તથા અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે.આવી સામગ્રીને ઇલેક્ટ્રૉનિક રીતે પ્રકાશિત કરવા પર,કોઈકને મોકલવા પર કે કોઈ અન્ય દ્વારા પ્રકાશિત કરવા બદલ ઍન્ટિ-પોર્નોગ્રાફી કાયદો લાગુ પડે છે.વિશ્વની સૌથી મોટી પોર્ન વેબસાઇટ માનવામાં આવતી ‘પોર્નહબ’ અનુસાર ભારત તેનું સૌથી મોટું માર્કેટ બની રહ્યું છે. જોકે વધતી યૌન હિંસા પાછળ કેટલાક નિષ્ણાતો પોર્નને પણ જવાબદાર માને છે.વર્ષ 2018માં ભારતના દૂરસંચાર વિભાગે દેશમાં ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવનારા તમામ સર્વિસ પ્રોવાઇડરોને 827 પોર્ન વેબસાઇટો બ્લૉક કરવાનો આદેશ આપ્યો.આ આદેશ ઉત્તરાખંડ હાઈકોર્ટના એ નિર્ણય બાદ આપવામાં આવ્યો જેમાં દેશમાં પોર્ન વેબસાઇટોને બંધ કરવાની વાત કહેવામાં આવી હતી.હાઈકોર્ટમાં બળાત્કારના એક કેસમાં સુનાવણી દરમિયાન ફરિયાદીએ કહ્યું હતું કે તેણે બળાત્કાર કરતા પહેલાં પોર્ન વીડિયો જોયો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શિલ્પાના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી : કોર્ટે 23 જૂલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલ્યો, કરતો હતો ગોરખધંધા
Next Article બંગાળમાં ખૂની ખેલ યથાવત, ભાજપના કાર્યકરની હત્યા, મૃતદેહ ઝાડ પર લટકાવી દીધો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up