મુંબઈ : 19 ઓક્ટોબર : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર,અમિત ઠાકરેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અમિત ઠાકરેને તાવ આવતો હતો,તે તાવ સાથે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અમિત ઠાકરે બે દિવસથી તાવથી પીડિત છે.માત્ર સાવચેતીના ભાગ રૂપે તેમને,હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અમિત ઠાકરેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.આ ઉપરાંત તેમનો મેલેરિયા ટેસ્ટ પણ નેગેટિવ હોવાનુ જાણવા મળ્યુ છે.