By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાણપુરના અળવની સીમમાં શેઢા બાબતે પિતા-પુત્રએ આધેડનું ઢીમ ઢાળી દીધું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > રાણપુરના અળવની સીમમાં શેઢા બાબતે પિતા-પુત્રએ આધેડનું ઢીમ ઢાળી દીધું
GeneralSouth Gujarat

રાણપુરના અળવની સીમમાં શેઢા બાબતે પિતા-પુત્રએ આધેડનું ઢીમ ઢાળી દીધું

HM News
Last updated: 21/05/2022 5:33 AM
HM News
3 years ago
Share
SHARE

બોટાદ : બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામની સીમમાં શેઢા બાબતે ચાલી રહેલા ઝઘડામાં 64 વર્ષીય ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલને પિતા-પુત્ર એ સોરીયાના ઘા મારી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયેલ છે.જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા રાણપુર પી.એસ.આઈ એસ.ડી.રાણા સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.જ્યારે બોટાદ એલ.સી.બી.ને જાણ થતા એલ.સી.બી.ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના અળવ ગામની સીમમાં અળવ-સેંથળી કાચા રસ્તે આવેલ ધજાગરા તરીકે ઓળખાતી વાડીએ શેઢા બાબતે છેલ્લા કેટલાક દિવસથી ઝઘડો ચાલતો હોય ત્યારે આજરોજ ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલ રહે.બોટાદ(ઉ.વ.64)અળવ ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ પાણી વાળતા હતા તે દરમ્યાન લઘરભાઈ માવજીભાઈ ચાવડા અને હરેશભાઈ લઘરભાઈ ચાવડા બંને રહે.બોટાદ વાળા વાડીએ હાથમાં સોરીયા લઈને આવી પાણી વાળતા ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલ ને માથા ના ભાગે સોરીયા ના ઘા મારતા ઘનશ્યામભાઈ હડીયલ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા.જ્યારે લોહીલુહાણ હાલતમાં ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલને 108 એમબ્યુલન્સ મારફતે બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યા ફરજ પરના ડોક્ટરે ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલ(ઉ.વ.64 રહે.બોટાદ)ને મૃત જાહેર કરવામાં આવેલ રાણપુર પોલીસે હત્યારા લઘરભાઈ માવજીભાઈ ચાવડા(ઉ.વ.70),હરેશભાઈ લઘરભાઈ ચાવડા(ઉ.વ.42) બંને રહે.બોટાદ પિતા-પુત્ર વિરૂધ્ધ આઈ.પી.સી.કલમ 302,34,જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુન્હો નોંધી હત્યારા પિતા-પુત્ર ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.
રાણપુર પોલીસે ગુન્હાની ગંભીરતાથી લઈ બંને આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરતા રાણપુર પોલીસને બાતમી મળેલ કે બંને આરોપીઓ હત્યા કરીને રાણપુર બાજુ ભાગ્યા છે.ત્યારે પોલીસ સ્ટાફે બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરતા પોલીસે ગણતરીની કલાકોમાં રાણપુર શહેરમાં સરકારી દવાખાના પાસેથી બંને હત્યારા પિતા-પુત્ર ને ઝડપી લઈ જેલ ના સળીયા પાછળ ધકેલી દીધા હતા.

ફ્રાંસીસી સેનાએ ઈસ્લામિક સ્ટેટના પ્રમુખને ઠાર માર્યો, રાષ્ટ્રપતિ મૈક્રોંએ આપી જાણકારી
સુરતમાં જૈન સમુદાયની મહારેલી, સમ્મેત શિખરજી અને શેત્રુંજયને તિર્થ સ્થળ જાહેર કરવાની માંગ
ઓલપાડના ટૂંડા ગામે દેશી દારૂના પીઠા પર LCB ની તરાપ : હજારો લીટર દેશી દારૂ અને રસાયણ ઝબ્બે
ક્રૂડ ઓઈલના ભાવમાં એક ડોલરના ઘટાડાથી ભારતને કેટલો ફાયદો થશે?
ભાજપે સસ્પેન્ડ કરેલા બળવાખોર ત્રણ નેતાઓ અપક્ષમાંથી ચૂંટણી જીતી ગયાં
Share This Article
Facebook Email Print
Previous Article માંડવીના તડકેશ્વરથી એલસીબી પોલીસે કારમાંથી દારૂ ઝડપી પાડ્યો
Next Article ‘હાર્દિક ઉપર 32 કેસોનું દબાણ હોવાથી રાજીનામું આપ્યું છે’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up