કોરોનાના સંકટ વચ્ચે જ્યારે દરેકને ભીડમાં જવાનું ટાળવાનું કહેવામાં આવી રહ્યું છે,ત્યારે આ સમયે કર્ણાટકના બેંગલુરુમાં હોબાળો થયો હતો.મંગળવારે મોડી રાત્રે ફેસબુક પોસ્ટથી રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશન અને ધારાસભ્યના ઘરને આગ ચાંપી દેતા હોબાળો મચી ગયો હતો.
ભળકેલા લોકોએ અહીં વાહનો સળગાવી દીધા હતા એટીએમમાં પણ તોડફોડ કરી હતી.ધારાસભ્યના ઘર ઉપરાંત નજીકના લોકોના ઘરો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.જેના કારણે લોકોના મકાનોની બારીના કાટ પણ તૂટી ગયા હતા.બુધવારે સવારે સ્થાનિક રહીશો ઘરની બહાર આવ્યા ત્યારે બાઈક-ગાડી સહિતના વાહનોમાં તોડફોડ જોવા મળી હતી.
જાણવા મળ્યાનુસાર બેંગલુરુના હાલી પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ ધારાસભ્યના નજીકના વ્યક્તિ દ્વારા ફેસબુક પોસ્ટ કરવામાં આવી હતી. તેના પર કેટલાક લોકોએ આપત્તિ દર્શાવી હતી.લોકો તેની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે અંદરોઅંદર સમજૂતિ કરવાનું કહેતા લોકો રોષે ભરાયા અને નારેબાજી શરુ કરી દીધી.થોડીવારમાં ભીડ બેકાબૂ થઈ ગઈ અને તોડફોડ શરુ થઈ.
આ ઘટનામાં 60થી વધુ પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.ટોળાને કાબૂ કરવા પોલીસે ફાયરિંગ કર્યું હતું જેમાં 2 લોકોનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.હાલ હિંસા ભડકી હતી તે વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.જ્યારે બેંગલુરુમાં કલમ 144 લાગૂ કરી દેવાય છે.