‘તાઉ તે’ વાવાઝોડું દિવથી 220 કિલોમીટર દૂર છે. દિવથી 20 કિલોમીટર પૂર્વ ગુજરાતના દરિયાકાંઠે રાત્રે વાવાઝોડું ટકરાશે.આ વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદર પર ગ્રેટ ડેન્જર સિગ્નલ લગાવવામાં આવ્યું છે.વાવાઝોડા સમયે 160 થી લઈને 185 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પોરબંદર,જૂનાગઢ,ગીર સોમનાથ,વલસાડ અને નવસારીના દરિયાકાંઠે વધુ અસર થશે.આ વાવાઝોડાને પગલે 18મેએ અમદાવાદ,ગાંધીનગર,બનાસકાંઠા,અરવલ્લી,ખેડા,પાટણમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.વધુમાં હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી દ્વારા કહેવામાં આવ્યું છે.


