નવી દિલ્હી તા.4 : રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે આવતીકાલે રામમંદિરના ભૂમિપૂજનની ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામમંદિરનો શિલાન્યાસ અને ભૂમિપૂજન થનાર છે ત્યારે વડાપ્રધાનના અયોધ્યા કાર્યક્રમની વિગત આ પ્રમાણે છે.
આવતીકાલે સવારે 9.35 વાગ્યે મોદી દિલ્હીથી અયોધ્યા જવા નીકળશે. 10.35 વાગ્યે તેઓ લખનૌ પહોંચશે.10.40 વાગ્યે હેલીકોપ્ટરથી અયોધ્યા જશે. 11.30 વાગ્યે સાકેત કોલેજ પહોંચશે.10.40 વાગ્યે હનુમાનગઢી ખાતે હનુમાનજીના દર્શન કરશે.12.00 વાગ્યે રામ જન્મભૂમિ પહોંચશે.10 મીનીટ રામલલા પૂજન દર્શન કરશે.
12.15 વાગ્યે પારીજાતના છોડનું આરોપણ કરશે. 12.30 વાગ્યે રામમંદિરના ભૂમિપૂજનનો આરંભ થશે.12.40 વાગ્યે આધારશિલાની સ્થાપના થશે.2.15 વાગ્યે મોદી સાકેત કોલેજ જવા રવાના થશે. 2.20 વાગ્યે લખનૌ રવાના થશે.ભૂમિપૂજન બાદ વડાપ્રધાન દેશની પ્રજાને સંબોધન કરી શકે છે.

