મહારાષ્ટ્ર્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે કોવિડ-૧૯ રોગચાળાને પગલે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજનની વિધિ વીડિયો કોન્ફરન્સ દ્રારા થઈ શકે છે.શિવસેનાના અધ્યક્ષ ઠાકરેએ કહ્યું હતું કે આ સમારોહ માટે હત્પં ઉત્તર પ્રદેશના અયોધ્યા જઈ શકું છું,પરંતુ શું લાખો રામ ભકતો ને ત્યાં જવાથી રોકી શકાશે?
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોના જણાવ્યા મુજબ,વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના નિર્માણની શઆત કરવા માટેના ભૂમિપૂજન સમારોહ માટે પાંચ ઓગસ્ટે અયોધ્યાની મુલાકાત લેશે.ઇ-ભૂમિપૂજન થઈ શકે છે.વીડિયો-કોન્ફરન્સ દ્રારા ભૂમિપૂજન કરી શકાય છે.આ આનંદની ઘટના છે,અને લાખો લોકો સમારોહમાં ભાગ લેવા રસ ધરાવતા હશે. શું આપણે કોરોનાવાઈરસને ફેલાવવા દેશું? એમ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે શિવસેનાના મુખપત્ર સામના માં પ્રકાશિત એક મુલાકાતમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે આ કોઈ સામાન્ય મંદિર નથી.આજે આપણે કોરોનાવાઈરસ રોગચાળા સામે લડી રહ્યા છીએ અને ધાર્મિક મેળાવડા પર પ્રતિબધં છે.આ સમારોહ માટે અયોધ્યા જઈ શકું છું,પરંતુ લાખો રામભકતોનું શું છે? શું તમે તેમને રોકશો?તમે ઇ-ભૂમિપૂજન કરી શકો છો.વીડિયો-કોન્ફરન્સ દ્રારા પૂજામાં સહભાગી થઈ શકો છો, એવું સૂચન તેમણે કયુ હતું.
ઠાકરેએ જણાવ્યું હતું કે છેલ્લે યારે તેઓ અયોધ્યા ગયા હતા,ત્યારે કોવિડ -૧૯ રોગચાળો ફેલાવવાની શઆત થઈ હતી એટલે તેમને ત્યાંની સરયુ નદીમાં આરતી કરતા અટકાવવામાં આવ્યા હતા.તે પહેલાં મેં નદી કાંઠે ભારે ભીડ જોઇ હતી.રામ મંદિર વિશ્ર્વાસની બાબત છે.તમે લોકોને ત્યાં જવાથી કેવી રીતે રોકી શકો? એમ તેમણે પૂછયું હતું