By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રામાયણ એક્સપ્રેસમાં વેઈટર્સને ‘ભગવા વસ્ત્ર’ પહેરાવવાને લઈ હોબાળો, સંતોએ આપી ધમકી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રામાયણ એક્સપ્રેસમાં વેઈટર્સને ‘ભગવા વસ્ત્ર’ પહેરાવવાને લઈ હોબાળો, સંતોએ આપી ધમકી
GeneralNational

રામાયણ એક્સપ્રેસમાં વેઈટર્સને ‘ભગવા વસ્ત્ર’ પહેરાવવાને લઈ હોબાળો, સંતોએ આપી ધમકી

HM News
Last updated: 22/11/2021 12:43 PM
HM News
4 years ago
Share
SHARE

– 12 ડિસેમ્બરના રોજ નીકળનારી ટ્રેનનો સંત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવશે અને હજારો હિંદુઓ સાથે ટ્રેનની સામે પ્રદર્શન કરવામાં આવશે

નવી દિલ્હી, તા. 22 નવેમ્બર : ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી રામાયણ સર્કિટ ટ્રેનને લઈ વિવાદ જામ્યો છે.આ વિવાદ સંતો જેવી વેશભૂષાને લઈ થઈ રહ્યો છે.સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રેનની અંદર કામ કરનારા વેઈટર્સ સંતોની વેશભૂષામાં જોવા મળી રહ્યા છે.આ કારણે ઉજ્જૈનમાં રહેતા સંતોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. સંતોએ રેલવે મંત્રીને પત્ર લખીને પણ વિરોધ નોંધાવ્યો છે.સંતોએ પત્રમાં 12 ડિસેમ્બરના રોજ શરૂ થનારી આગામી ટ્રેન રોકવાનો ઉલ્લેખ કર્યો છે.

અયોધ્યા,ચિત્રકૂટ સહિતના ભગવાન રામ સાથે સંકળાયેલા ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી ભારતીય રેલવેએ IRCTCના માધ્યમથી રામાયણ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે.ધાર્મિક યાત્રા સાથે સંકળાયેલી આ ટ્રેનમાં શ્રદ્ધાળુઓને ટ્રેનની અંદર જ ભોજન પીરસવામાં આવી રહ્યું છે.સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં કેટલાક લોકો સાધુની વેશભૂષામાં જોવા મળી રહ્યા છે અને તેઓ ભોજન પીરસી રહ્યા છે.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ રામાયણ સક્રિટ ટ્રેનનો વીડિયો છે અને તેઓ સૌ ટ્રેનના વેઈટર્સ છે.સંતોએ આ વીડિયોમાં જોવા મળી રહેલા વેઈટર્સની વેશભૂષાને લઈ સવાલ કર્યા છે.

ઉજ્જૈન અખાડા પરિષદના પૂર્વ મહામંત્રી અવધેશ પૂરીએ વિરોધ નોંધાવતા કહ્યું કે, સંતોની વેશભૂષા વેઈટર્સને પહેરાવવામાં આવી છે જે સાધુ સમાજનું અપમાન છે.જલ્દી જ આ વેશભૂષા બદલવામાં આવે નહીં તો 12 ડિસેમ્બરના રોજ નીકળનારી ટ્રેનનો સંત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવશે અને હજારો હિંદુઓ સાથે ટ્રેનની સામે પ્રદર્શન કરવામાં આવશે.અવધેશ પૂરીના કહેવા પ્રમાણે વીડિયો સામે આવ્યા બાદ તેમણે રેલવે મંત્રીને પત્ર લખ્યો છે.

દિલ્હીઃ તબલીગી જમાતના ‘જલ્સા’માં ર૦ રાજયોમાંથી ૧પ૦૦૦થી વધુ લોકો સામેલ હતા
બોગસ મજૂર પ્રકરણે પ્રવીણ દરેકર સામે 900 પાનાંનું આરોપોનામું દાખલ
મણિપુરમાં આજે વિધાનસભા સત્ર યોજાશે, બે મંત્રીઓ સહિત 10 ધારાસભ્યોએ કરી બહિષ્કારની જાહેરાત
GUJCTOC હેઠળ વડોદરાની ખૂંખાર બિચ્છુ ગેંગના વધુ બે સાગરીત ઝડપાયા
ઍરલાઇન્સ ક્ષેત્રે ચાર લાખ લોકો બેકાર થયા
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં 1 કરોડનો ગાંજો ઝડપાયો : સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી, માસ્ટર માઈન્ડની ધરપકડ
Next Article IT વિભાગનું મેગા ઓપરેશન- ગુજરાતના એસ્ટ્રલ પાઈપ અને રત્નામણિ મેટલ્સ સામે કાર્યવાહી, 40 સ્થળોએ દરોડા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up