By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રામાયણ-મહાભારતને અફીણ ગણાવતા પ્રશાંત ભૂષણ સામે ફરિયાદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રામાયણ-મહાભારતને અફીણ ગણાવતા પ્રશાંત ભૂષણ સામે ફરિયાદ
GeneralNational

રામાયણ-મહાભારતને અફીણ ગણાવતા પ્રશાંત ભૂષણ સામે ફરિયાદ

HM News
Last updated: 13/04/2020 1:20 PM
HM News
5 years ago
Share
SHARE

લોકડાઉનના દિવસોમાં દેશવાસીઓને મનોરંજન પૂરુ પાડવાના ઉદેશ્યથી દૂરદર્શન પર રામાયણ અને મહાભારતનું ટેલિકાસ્ટ ફરી શરૂ કરાયું છે.દિલ્હીના નામાંકિત વકીલ પ્રશાંત ભૂષણે તેના ટ્વિટર એકાઉન્ટમાં રામાયણ અને મહાભારતને અફીણનો નશો ગણાવતા વિવાદ શરુ થયો છે.આ મામલે વ્યક્તિગત અને કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાના આરોપ હેઠળ રાજકોટમાં રહેતા રીટાયર્ડ આર્મી ઓફિસરે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વકીલ પ્રશાંત ભૂષણ સહિતના સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ નિવૃત આર્મી ઓફિસર જયદેવ રજનીકાંત જોશીએ ભકિતનગર પોલીસમાં લેખીત ફરિયાદ આપી હતી.જેમાં તેઓએ જણાવ્યું હતું કે દિલ્હીના નામાંકિત વકીલ પ્રશાંત ભૂષણે ગત 28 માર્ચના તેના ટ્વિટર એકાઉન્ટ હેન્ડલના માધ્યમથી ટ્વીટ કર્યુ હતું.જેમાં રામાયણ અને મહાભારત માટે અફીણ શબ્દ વાપરી ફરીયાદીની તેમજ કરોડો હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડી હતી.આ ટ્વીટના સમર્થનમાં અશ્લીન મેથ્યૂ અને કન્નન ગોપીનાથનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આ ત્રણેય વ્યક્તિ સામે આઈપીસી ક્લમ 295(એ), 505(1)(બી), 34/120(બી) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે,દેશભરની અદાલતોમાં સાક્ષીઓને તેમનાં પુરાવા રેકર્ડ કરતાં પહેલાં શપથ લેવડાવાય છે.ભગવાનનાં નામ પર હિન્દુ ધર્મનું પાલન કરતાં વ્યક્તિઓને આ શપથ લેવડાવાય છે.જેથી રામાયણ અને મહાભારતને અફીણ તરીકે ઓળખાવવું તે ભગવાનનાં નામ પર શપથ લેનારા અદાલતોની સત્તાને નબળી પાડવાનું છે.મહાભારત શ્રીમદ્ ગીતામાંથી નીકળ્યું છે અને ધર્મ નિરપેક્ષતાની આડમાં કોઈને પણ શ્રીમદ્ ભાગવત ગીતા, રામાયણ અથવા મહાભારત જેવા ધાર્મિક ગ્રંથો તરફ આંગળી ચીંધવાનો અધિકાર નથી.

દિલ્હી : કોરોનાની નવી લહેરમાં મોતને ભેટેલા 46 લોકો પૈકી 76 ટકાએ વેક્સીન નહોતી લીધી
કોંગ્રેસમાં યંગટર્કસનું સર્જન ? ગાંધી કુટુંબ સામે ઓકટોબ૨ માસમાં મોટા બળવાની તૈયા૨ી
સુરતમાં બીજા માળેથી લિફ્ટ તૂટી પડતા એકનું મોત, 8 ઇજાગ્રસ્ત
4થી લહેરનો સામનો કરવા 3 જમ્બો સેન્ટરો સજ્જ
મૃતદેહની ઓળખ માટે યુવતીના ચહેરાને તબીબોએ રિકન્સ્ટ્રક્ટ કર્યો
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાનો કહેર, વડોદરામાં વધુ 4 કેસ પોઝિટીવ
Next Article કોરોના મહામારી સામે અમેરિકા બેહાલ, મૃત્યુઆંક 22 હજારને પાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up