અમદાવાદ,રવિવાર : રામોલ વિસ્તારમાં ભાડૂતી મહિલાઓ બોલાવીને કૂટણખાનું ચલાવતી મહિલાને પોલીસે પકડી પાડીને દેહવ્યાપારનો પર્દાફાસ કર્યો હતો.પોલીસે પાંચસો રૃપિયા આપીને ડમી ગ્રાહકને મોકલ્યો હતો અને મકાનમાંથી કૂટણખાનું ચલાવતી મહિલા અને દેહવ્યાપાર માટે આવેલી નડિયાદની મહિલાને પકડી પાડીને તેઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે રામોલ પોલીસ સ્ટેશનમાં ક્રાઇમબ્રાંચના મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર સી.એ.ચૌધરીએ બાતમી મળી હતી કે રામોલ વિસ્તારમાં સુરેલિયા સર્કલ પાસે વિષ્ણુંનગર સોસાયટીમાં પોલીસ ટીમ સાથે ગઇકાલે ખાનગી રાહે તપાસ કર્યા બાદ ડમી ગ્રાહકને રૃપિયા ૫૦૦ની નોટ આપીને તેનો નંબર નોંધીને મોકલ્યો હતો, જમી ગ્રાહકે ભાવ તાલ કર્યા બાદ પોલીસને ઇશારો કરતાં પોલીસ ટીમ ત્રાટકી હતી અને મકાનમાં હાજર મહિલાની અટકાયત કરી હતી પૂછપરછ કરતાંનીરુબહેન રાજપૂત નામની મહિલા પોતાના મકાનમાં ભાડૂતી મહિલાઓ બોેલાવીને દેહ વ્યાપાર કરાવતી હતી.
પોલીસે મકાનની તલાશી લેતા મકાનના રૃમમાંથી નડિયાદની એક મહિલા મળી આવી હતી મહિલાના જણાવ્યા મુજબ તે સવારે આવતી અને સાંજે ઘરે પરત જતી હતી તેની પાસે મકાન માલિક મહિલા દેહ વ્યાપાર કરાવીને ગ્રાહક દીઠ ૨૦૦ રૃપિયા આપતી હતી. પોલીસે કૂટણખાનું ચલાવતી મહિલા પાસેથી આખા દિવસના દેહવ્યાપારના રૃપિયા ૧૦૦૦ કબજે કરીને તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.