CM યોગી આદિત્યનાથે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની જમીન ખરીદીથી જોડાયેલા વિવાદ પર જિલ્લા અધિકારીઓ પાસે સમગ્ર માહિતી માંગી છે.અધિકારીઓએ તેમને જમીનથી જોડાયેલા કાગળ પણ બતાવ્યા છે.રામ મંદિર માટે ખરીદવામાં આવેલી જમીનની કિંમતને લઇને કેટલાક દિવસથી રાજકીય દળો ટ્રસ્ટ પર આરોપ લગાવી રહ્યા છે.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિવાદ વધતો જોઇને સીએમ યોગીએ સોમવારના અયોધ્યાના ડીએમ અને કમિશ્નર પાસે સંપૂર્ણ માહિતી માંગી.
જમીન કૌભાંડના આરોપો ખોટા: ચંપત રાય
અધિકારીઓએ તેમને સમગ્ર જાણકારી આપી અને જમીનથી જોડાયેલા કાગળો બતાવ્યા છે.કહેવામાં આવી રહ્યું છે કે યોગી આદિત્યનાથ જાણકારીથી સંતુષ્ટ છે.આ મુદ્દા પર શ્રીરામજન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું કહેવું છે કે, ‘આ જમીનની કિંમત 1,423 રૂપિયા પ્રતિ સ્કવેર ફૂટ છે, જે માર્કેટ રેટની તુલનામાં ઘણી ઓછી છે.સરકારી ટેક્સનો દૂરઉપયોગ ના થાય તે માટે અમે નેટ બેન્કિંગથી પૈસાની લેવડ-દેવડ કરી.જમીન કૌભાંડના આરોપો ખોટા છે.’
18.50 કરોડ રૂપિયામાં જમીન ખરીદી હોવાનો આરોપ
તેમણે આગળ કહ્યું કે, ‘જે લોકોએ આરોપ લગાવ્યા છે તેમણે અમારી સાથે વાત કરવાનું પણ જરૂરી ના સમજ્યું. લોકોએ આ આરોપો પર ભરોસો ના કરવો જોઇએ.જનતા સહયોગ કરે જેથી સમયસર મંદિરનું નિર્માણ પૂર્ણ થાય.’ ઉલ્લેખનીય છે કે શ્રીરામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી ખરીદવામાં આવેલી જમીનમાં કૌભાંડનો આરોપ છે.આ આરોપ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને અયોધ્યાના પૂર્વ ધારાસભ્ય અને સમાજવાદી પાર્ટી નેતા પવન પાંડેએ લગાવ્યો છે.આમાં કહેવામાં આવ્યું છે કે જમીનનો સોદો પહેલા 2 કરોડ રૂપિયામાં નક્કી થયો,પરંતુ આને 18.50 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી.

