– રામમંદિરના નિર્માણનો વિરોધ કરીને બાંગ્લાદેશે કહ્યું, ભારત એવાં કોઈ પગલાં ન ભરે જેનાથી બંને દેશોના સંબંધો ખરાબ થાય
અયોધ્યા/નવી દિલ્હી, તા. 28 જુલાઇ : એક તરફ રામમંદિરના નિર્માણ માટે ભૂમિપૂજનની તડામાર તૈયારી થઈ રહી છે,ત્યારે બીજી તરફ વિવાદો પણ શરૂ થયા છે. રામમંદિર ટ્રસ્ટમાં સૃથાન ન મળતાં નિર્વાણી અખાડાએ પીએમઓને લીગલ નોટિસ પાઠવી છે.નિર્વાણી અખાડાના મહંત ધર્મદાસજીએ કહ્યું હતું કે રામજન્મભૂમિ વિવાદ વખતે કાનૂની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવનારા અખાડાની અવગણના કરવામાં આવી છે.
નિર્વાણી અખાડાએ પીએમઓને નોટિસ પાઠવીને દલીલ કરી છે કે રામજન્મભૂમિ માટેનો જે કાયદાકીય વિવાદ ચાલતો હતો,એમાં નિર્વાણી અખાડાની પણ મહત્વની ભૂમિકા હતી. હવે જ્યારે સુપ્રીમના આદેશ પછી રામ મંદિર ટ્રસ્ટનું ગઠન થયું છે ત્યારે એમાં નિર્વાણ અખાડાને પણ પ્રતિનિિધત્વ મળવું જોઈએ.
અખાડાના મહંત ધર્મદાસજીએ અરજીમાં લખ્યું છે કે 2 મહિનામાં તેમને રામ મંદિરના ટ્રસ્ટમાં યોગ્ય સૃથાન નહીં મળે તો કાયદાકીય કાર્યવાહી કરશે. સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ માટે જે પક્ષકારો હતા તેમાં નિર્વાણ અખાડાનો પણ સમાવેશ થતો હતો. ત્યારે જ નિર્વાણ અખાડાએ મંદિરના પૂજારીની ગાદી માટે દાવો કર્યો હતો.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કેન્દ્ર સરકારે 15 સભ્યોનું એક ટ્રસ્ટ બનાવ્યું છે.શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નામના આ ટ્રસ્ટ પાસે રામમંદિર નિર્માણની જવાબદારી રહેશે અને ભવિષ્યમાં રામ મંદિરના સંચાલનની જવાબદારી પણ તેમની હશે.ટ્રસ્ટમાં પાંચ ધર્મગુરૂઓનો સમાવેશ થયો છે.બીજી તરફ પાડોશી દેશ બાંગ્લાદેશે રામ મંદિરનો વિરોધ નોંધાવ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી અબ્દુલ મોમેને એક નિવેદનમાં કહ્યું હતું કે ભારતે એવા કોઈ પગલાં ભરવા ન જોઈએ કે જેથી ભારત-બાંગ્લાદેશ વચ્ચેના ઐતિહાસિક સંબંધો પર અસર થાય.મોમેને ઉમેર્યું હતું કે ભારતે સમાજના બધા જ વર્ગોનું ધ્યાન રાખીને બંને દેશોના સંબંધો યથાવત રહે તે દિશામાં વિચારવું જોઈએ. જોકે, તેણે એવું પણ કહ્યું હતું કે ભારતમાં થતી ગતિવિિધની અસર રાજદ્વારી સંબંધોમાં થવા દેવાશે નહીં.પાંચમી ઓગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન થશે. એ કાર્યક્રમનું દૂરદર્શન પર લાઈવ પ્રસારણ થશે. એ પ્રસારણનો ડાબેરી પક્ષ સીપીઆઈએ વિરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારને પત્ર લખીને સીપીઆઈએ કહ્યું હતું કે આ પ્રસારણથી દેશની બિનસાંપ્રદાયિક તરીકેની છબી ખરાબ થશે.
રામ જન્મભૂમિ ટ્રસ્ટે સીપીઆઈના આ પત્ર અંગે વિરોધ નોંધાવીને કહ્યું હતું કે ધાર્મિક કાર્યક્રમના પ્રસારણ જેવા મુદ્દે ડાબેરી પક્ષોએ રાજકારણ બંધ કરવું જોઈએ.રામ મંદિરનું નિર્માણ થશે તે પહેલાં 200 ફૂટ નીચે ટાઈમ કેપ્સૂલ મૂકાશે. સદીઓ વર્ષ પછી પણ કોઈ વિવાદ ન થાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. એ ટાઈમ કેપ્સૂલમાં મંદિર અંગેની બધી જ માહિતી હશે. જેમાં રામમંદિરના નિર્માણનો ઈતિહાસ અને ભગવાન રામ અંગે સંપૂર્ણ માહિતી અપાશે.
ભૂમિપૂજનમાં 200 મહેમાનો હાજર રહેશે
ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ – મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે. મહેમાનોને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે.
કલા-સાહિત્ય વગેરે ક્ષેત્રના લોકો, ઉદ્યોગપતિઓ, રાજકારણી, ધર્મગુરૂઓ અને અિધકારીઓને આમંત્રણ અપાયું છે. કેન્દ્રીય મંત્રાલય અને ઉત્તર પ્રદેશ સરકારના મંત્રાલયને પણ સામેલ કરાશે એવું મનાય છે.લગભગ 200 જેટલાં મહેમાનો આ કાર્યક્રમમાં હાજર રહેશે.ભાજપના નેતા એલ.કે.અડવાણી,સંઘના વડા મોહન ભાગવત,ભાજપના નેતા મુરલી મનોહર જોશી વગેરેનો પણ મહેમાનોમાં સમાવેશ થયો છે.
અયોધ્યામાં જે વીવીઆઈપી ગેટ તૈયાર કરાયો છે,ત્યાંથી તમામ મહેમાનોને એન્ટ્રી અપાશે.મહેમાનો માટે ખાસ વ્યવસૃથા કરવામાં આવી રહી છે.દેશના અલગ અલગ ક્ષેત્રના 200 અગ્રણીઓને હાજર રહેવાનું આમંત્રણ આપવાની કવાયત રામ મંદિર ટ્રસ્ટના પદાિધકારીઓએ શરૂ કરી છે.

