શિવસેનાની વિચારધારાને લઇને પૂર્ણરીતે મક્કમ : અયોધ્યામાં મંદિરનું નિર્માણ તમામ લોકો ઇચ્છે છે : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે
અયોધ્યા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ ૧૦૦ દિવસ પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે અયોધ્યા પહોંચ્યા ત્યારે તેઓએ હિન્દુત્વને લઇને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા.રામ મંદિર માટે એક કરોડ રૂપિયાનું દાન કરીને ઉદ્ધવે સ્પષ્ટતા કરી હતી કે, શિવસેનાની વિચારધારાને લઇને તેઓ પોતાના માર્ગ ઉપર મક્કમ છે.સાથે સાથે ઉદ્ધવે એમ પણ કહ્યું હતું કે, રામલલ્લાનું મંદિર બનાવવાની બાબત અમારા તમામ માટે મોટી જવાબદારી છે. સમગ્ર દુનિયા નિહાળી શકે તે પ્રકારથી ભવ્ય મંદિરનું નિર્માણ થવું જોઇએ. મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થવાના અવસર પર મુંબઈથી પરિવાર સાથે અયોધ્યા પહોંચેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, તેઓ અહીં રામલલાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે. આજે અહીં પરિવાર સાથે અનેક સભ્યો પહોંચ્યા છે.છેલ્લા દોઢ વર્ષના ગાળા દરમિયાન તેઓ ત્રીજી વખત અયોધ્યા પહોંચ્યા છે.અહીં દર્શન અને પુજા કરીને તેઓ ગર્વ અનુભવ કરી રહ્યા છે.ઉદ્ધવે જાહેરાત કરી હતી કે, એક કરોડનું દાન રાજ્ય સરકાર તરફથી નહીં બલ્કે તેમના ટ્રસ્ટમાંથી આપવામાં આવી રહ્યા છે.ઉદ્ધવ ઠાકરેએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપનો મતલબ હિન્દુત્વ નથી.હિન્દુત્વ અલગ બાબત છે. ભાજપ અલગ બાબત છે. તેમણે ઉમેર્યું હતું કે,તેઓ ભાજપ સાથે છેડો ફાડી ચુક્ય છે પરંતુ હિન્દુત્વ સાથે છેડો ફાડી રહ્યા નથી. ૨૮મી નવેમ્બરના દિવસે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.મુખ્યમંત્રી બન્યા બાદ આ તેમની પ્રથમ અયોધ્યા યાત્રા હતી.ખાસ વિમાનથી પરિવાર સાથે લખનૌ વિમાની મથકે પહોંચેલા ઠાકરે ત્યારબાદ માર્ગ મારફતે અયોધ્યા પહોંચ્યા હતા.રામલલાના દર્શન બદ ઠાકરે પરિવર પરત મુંબઈ માટે રવાના થઇ ગયો હતો. અયોધ્યામાં ઉદ્ધવ ઠાકરે સરયુ નદીની આરતી કાર્યક્રમમાં પણ જોડાનાર હતા પરંતુ કોરોના વાયરસને લઇને કેન્દ્રીય ગૃહમંત્રાલય તથા આરોગ્યમંત્રલાય તરફથી એડવાઈઝરી જરી કરવમાં આવ્યા બાદ આ કાર્યક્રમને રદ કરી દેવામાં આવ્યો હતો.ઉદ્ધવ ઠાકરેના મહારાષ્ટ્રમાં વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં અયોધ્યા પહોંચ્યા હતા.અયોધ્યામાં ભવ્ય મંદિર નિર્માણની વાત કરી હતી.જો કે, ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કરવાની તક જવા દીધી ન હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના સાથે મળીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હત ાપરંતુ બહુમતિ મળ્યા પછી શિવસેનાએ મુખ્યમંત્રી પદને લઇને જિદ્દી વલણ અપનાવી ભાજપ સાથે છેડો ફાડ્યો હતો ત્યારબાદ કોંગ્રેસ અને એનપીસીની સાથે મળીને સરકાર બનાવી હતી.