નવી દિલ્હી, તા. 24 માર્ચ 2022, ગુરૂવાર : સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે રાશનકાર્ડ ધારકોને સરકારે મોટી રાહત આપી છે.રાશનકાર્ડ ધારકો હવે 30 જૂન, 2022 સુધી સસ્તા રાશનની સાથે અન્ય ઘણી સુવિધાઓનો લાભ લઈ શકશે.સરકારે રાશનકાર્ડને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારી છે.
સરકારે રાશન કાર્ડધારકોની સુવિધા માટે રાશનકાર્ડ-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવી છે.લાભાર્થીઓ હવે 30 જૂન, 2022 સુધીમાં તેમના રાશન કાર્ડને આધાર સાથે લિંક કરી શકશે.અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 નક્કી કરવામાં આવી હતી.
રાશનકાર્ડ ધારકોને સરકાર તરફથી અનેક લાભો મળે છે.કેન્દ્ર સરકારે ‘વન નેશન વન રાશન કાર્ડ’ યોજના પણ શરૂ કરી છે.લાખો લોકોને તેનો લાભ મળી રહ્યો છે.તમે તમારા રાશન કાર્ડને આધાર સાથે લિંક કરીને ‘વન નેશન વન રાશન કાર્ડ’ યોજનાનો લાભ પણ લઈ શકો છો.સ્કીમમાં તમે રાશન કાર્ડની મદદથી દેશના કોઈપણ રાજ્યમાં અનાજ મેળવી શકો છો.

