કૉટન-હાથથી બનેલા ધ્વજને પહેલેથી જ મુક્તિ હતી,હવે મશીનથી બનેલાને પણ મુક્તિ નાણાં મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રધ્વજ પછી ભલે એ મશીનથી બનેલા હોય કે પૉલિએસ્ટરના હોય એને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ(જીએસટી)માંથી મુક્તિ આપવામાં આવી છે.કૉટન,રેશમ,ઊન અથવા ખાદીમાંથી બનેલા હાથથી વણેલા કે હાથથી કાંતેલા રાષ્ટ્રધ્વજને પહેલેથી જ જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.મહેસૂલ વિભાગે સ્પષ્ટતા કરી હતી કે ગયા વર્ષે ડિસેમ્બરમાં‘ભારતના ધ્વજસંહિતા,૨૦૦૨’માં સુધારાને પગલે પૉલિએસ્ટર અથવા મશીનથી બનેલા ત્રિરંગાને પણ વસૂલાતમાંથી મુક્તિ આપવામાં આવશે.નાણાપ્રધાન નિર્મલા સીતારમણના કાર્યાલયે ટ્વીટ કરીને ઉપરોક્ત વિગતો જાહેર કરી હતી.નાણાં મંત્રાલય તરફથી આ સ્પષ્ટતા‘આઝાદી કા અમૃત મહોત્સવ’અંતર્ગત‘હર ઘર તિરંગા’પહેલની પૃષ્ઠભૂમિને કારણે પણ કરવામાં આવી છે.