યશંવત સિંહના ૨૦૦૯ની લોકસભાના ઍફિડેવિટના આધારે એમની પાસે ૩ કરોડથી વધુની સંપત્તિ અને કોઈ દેવું નથી.૧૮ જુલાઈએ થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ ૪૭૫૯ સંસદસભ્યો અને વિધાનસભ્યો મતદાન કરશે જે પૈકી માત્ર ૪૭૭ અથવા તો ૧૦ ટકા જ મહિલાઓ છે.અસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે જે સંસદસભ્યો અને વિધાનસભ્યો મતદાન કરવા માટેના હકદાર છે એની સંખ્યાના આધારે ૧૦,૭૪,૩૬૪ મતોમાંથી ૧,૩૦,૩૦૪(૧૩ ટકા)મત મહિલાઓના છે.
લોકસભામાં ૮૧ મહિલાઓના કુલ ૩,૭૯,૪૦૦ પૈકી ૫૬,૭૦૦ મત(૧૫ ટકા)અને રાજ્યસભાના ૩૧ મહિલા સભ્યોના ૧,૫૮,૨૦૦ મતોમાંથી ૨૧,૭૦૦(૧૪ ટકા)મત છે.એનડીએનાં દ્રૌપદી મુર્મુની ૨૦૧૪ વિધાનસભા ચૂંટણીમાં ફાઇલ કરેલા ઍફિડેવિટના આધારે એમની પાસે બે કરોડથી વધુની સંપત્તિ તેમ જ ૧૪ લાખનું દેવું છે.તો યશંવત સિંહના ૨૦૦૯ની લોકસભાના ઍફિડેવિટના આધારે એમની પાસે ૩ કરોડથી વધુની સંપત્તિ અને કોઈ દેવું નથી.