યશવંત સિંહાએ રાજ્યસભાના સેક્રેટરી જેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીના રિટર્નિંગ ઑફિસર પણ છે તેમને ઉમેદવારીપત્રના ચાર સેટ સુપરત કર્યા હતા રાષ્ટ્રપતિ પદની ૧૮ જુલાઈએ યોજાનારી ચૂંટણી માટે વિરોધ પક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાએ ગઈ કાલે ઉમેદવારીપત્ર ભર્યું હતું.યશવંત સિંહાએ રાજ્યસભાના સેક્રેટરી જેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીના રિટર્નિંગ ઑફિસર પણ છે તેમને ઉમેદવારીપત્રના ચાર સેટ સુપરત કર્યા હતા.
યશવંત સિંહાએ ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે એનસીપી સુપ્રીમો શરદ પવાર,કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી,મલ્લિકાર્જૂન ખડગે,જયરામ રમેશ,એસપીના ચીફ અખિલેશ યાદવ,ડીએમકેના એ.રાજા અને નૅશનલ કૉન્ફરન્સના ફારુક અબદુલ્લા જેવા વિરોધ પક્ષના નેતાઓ ઉપસ્થિત હતા.યશવંત સિંહાનું નામ ૨૧ જૂને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિરોધ પક્ષના સામાન્ય ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ગયા અઠવાડિયે જ ઉમેદવારી પત્રક ભર્યું હતું.

