By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાહત માગવા ગયાં, થઈ આકરી ઝાટકણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > રાહત માગવા ગયાં, થઈ આકરી ઝાટકણી
GeneralNational

રાહત માગવા ગયાં, થઈ આકરી ઝાટકણી

HM News
Last updated: 02/07/2022 6:07 AM
HM News
3 years ago
Share
SHARE

નૂપુરે તેમની સામે જોખમનું કારણ આગળ ધરીને તેમના વિરુદ્ધના તમામ એફઆઇઆર દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની સુપ્રીમ કોર્ટને વિનંતી કરી,પરંતુ અદાલતે તેમની અને સાથે દિલ્હી પોલીસની ટીકા કરી બીજેપીનાં સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્મા ગઈ કાલે રાહત મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયાં હતાં.તેમને રાહત તો ન મળી,પરંતુ તેમની આકરી ટીકા જરૂર થઈ હતી.નૂપુરે તેમના વિરુદ્ધના દેશભરમાં અનેક એફઆઇઆરને દિલ્હીમાં ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

જોકે પયગંબર મોહમ્મદ વિશેની કમેન્ટ્સ કરીને તનાવ સર્જવા બદલ અદાલતે નૂપુરની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે તેમણે તાત્કાલિક સમગ્ર દેશની માફી માગવી જોઈએ.નૂપુરે તેમની સામે જોખમનું કારણ આગળ ધરીને તેમના વિરુદ્ધના તમામ એફઆઇઆર દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરી હતી.જોકે આખરે નૂપુરે તેમની અરજી પાછી ખેંચી લીધી હતી.અદાલતે એમ પણ જણાવ્યું હતું કે તેમનાં બેજવાબદાર નિવેદનોએ સમગ્ર દેશમાં આગ લગાવી છે.અદાલતે જણાવ્યું હતું કે‘જે રીતે તેમણે સમગ્ર દેશમાં રોષની લાગણી જન્માવી છે,દેશમાં જે કંઈ બની રહ્યું છે એના માટે આ લેડી એકલી જવાબદાર છે.’નૂપુર શર્માએ આ મહિનાની શરૂઆતમાં એક ટીવી ડિબેટમાં વાંધાજનક કમેન્ટ્સ કરી હતી જેનાથી ભારતમાં ખૂબ જ રોષ વ્યાપી ગયો હતો એટલું જ નહીં,અનેક ગલ્ફ દેશોએ પણ એની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

નૂપુરના વકીલે જણાવ્યું હતું કે અરજીમાં નૂપુર શર્માએ તેમના નામનો ઉપયોગ કર્યો નથી કેમ કે તેમને ધમકીઓ મળે છે.અદાલતે આ દલીલને ફગાવીને કહ્યું હતું કે બધા સાથે સમાનતા રાખવામાં આવશે. કોઈ ભેદભાવ નહીં થાય.સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે‘તેમની કમેન્ટ્સ તેમના દુરાગ્રહ અને ઘમંડી વ્યક્તિત્વ દર્શાવે છે.તેઓ એક પાર્ટીની પ્રવક્તા છે તો શું થયું? તેઓ વિચારે છે કે તેમને સત્તાનું પીઠબળ છે અને દેશના કાયદાની અવગણના કરીને કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે છે.’

અદાલતે જણાવ્યું હતું કે‘આ લોકો ધાર્મિક નથી.તેમના મનમાં બીજા ધર્મો પ્રત્યે આદરભાવ નથી.આ કમેન્ટ્સ ચીપ પબ્લિસિટી કે પૉલિટિકલ એજન્ડા કે કોઈ અન્ય ઘૃણાસ્પદ ઍક્ટિવિટીઝ માટે કરવામાં આવી હતી.’નૂપુરના વકીલે જવાબમાં કહ્યું હતું કે તેમણે તો એક ટીવી ડિબેટમાં ઍન્કર દ્વારા પૂછવામાં આવેલા એક સવાલનો માત્ર જવાબ આપ્યો છે.’અદાલતે કહ્યું કે‘તો પછી હોસ્ટની વિરુદ્ધ પણ કેસ દાખલ થવો જોઈએ.’

દેશના આ રાજયના ગ્રામીણ વિસ્તારો થઇ રહયા છે ખાલીખમ, 1700થી વધુ ગામો ઉજજડ બન્યા
સુબ્રમણ્યમ સ્વામીના એક ટ્વીટથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ
‘ઓવૈસી કોણે કહ્યું ?’ રાજ ઠાકરેની MNSએ સંજય રાઉત વિરુદ્ધ લગાવ્યા ધમકીભર્યા પોસ્ટર
રાજ્યસભા ચૂંટણી : ભાજપે સુભાષ ચંદ્રાને મેદાનમાં ઉતારી કોંગ્રેસને આપી સરપ્રાઈઝ
કોરોના વાયરસને લઇ અમેરિકા-ચીન બાખડી પડ્યા, ડોનાલ્ડ ટ્રમ્પે જુબાની જંગ છેડતા કહ્યું કે…
Share This Article
Facebook Email Print
Previous Article કન્હૈયાલાલના હત્યારાએ 2611 બાઇક નંબર માટે પાંચ હજાર એક્સ્ટ્રા ચૂકવ્યા
Next Article પાકિસ્તાનમાં વીજસંકટને કારણે ઇન્ટરનેટ બંધ થઈ શકે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up