નવી દિલ્હી, તા. 07 માર્ચ 2022 સોમવાર : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ટ્વીટર્સ ફોલોઅર્સની સંખ્યા એકવાર ફરી વધવા લાગી છે.દિલ્હી બળાત્કાર કેસમાં વિવાદિત ટ્વીટ બાદ તેમના ફોલોઅર્સની સંખ્યા લગભગ રોકાઈ ગઈ હતી.જે અંતર્ગત રાહુલ ગાંધીએ ટ્વીટરને પત્ર પણ લખ્યો હતો,જેમાં તેમણે ઘટતી સંખ્યાને લઈને કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલને અવગત કર્યા હતા.દિલ્હી બળાત્કાર મામલે ટ્વીટ બાદ ટ્વીટરે કોંગ્રેસ નેતાના ખાતાને અસ્થાયી રીતે બ્લોક કરી દીધુ હતુ.
ટ્વીટર પર રાહુલ ગાંધીના ફોલોઅર્સની સંખ્યા લગભગ 80 હજાર પ્રતિ સપ્તાહની રફ્તારથી વધી રહી છે.વાયનાડ સાંસદે 27 ડિસેમ્બર 2021એ વિરોધ નોંધાવ્યો હતો કે તેમની ફોલોઈંગ શૂન્ય પર આવી ગઈ છે.સાથે જ તેમણે સરકાર તરફથી આ મામલે રાજકીય દબાણ નાખવાનો આરોપ પણ લગાવ્યા હતા.જોકે,તે દરમિયાન કંપનીએ ખાસ પ્રતિક્રિયા આપી નહોતી.
કોંગ્રેસ નેતાનુ ખાતુ એકવાર ફરી રફ્તારથી સક્રિય થઈ ગયુ છે. 12 જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી 6 સપ્તાહમાં રાહુલ ગાંધીના ફોલોઅર્સ દર અઠવાડિયે લગભગ 80 હજારની રફ્તારથી વધ્યા છે.તેમના ફોલોઅર્સની સંખ્યા 2 કરોડ થઈ ગઈ છે.
ઓગસ્ટ 2021માં દિલ્હીમાં બળાત્કાર પીડિતાના પરિવારની તસવીર પોસ્ટ કર્યા બાદ રાહુલ ગાંધીનુ એકાઉન્ટ વિવાદમાં આવી ગયુ હતુ.રિપોર્ટ અનુસાર ભારતીય જનતા પાર્ટીના સદસ્યોની ફરિયાદ કરી પ્રતિક્રિયામાં ટ્વીટરે 8 દિવસ માટે કોંગ્રેસ નેતાનુ એકાઉન્ટ બંધ કરી દીધુ હતુ.રાહુલ ગાંધીએ સીઈઓ અગ્રવાલને લખેલા પત્રમાં આરોપ લગાવ્યા હતા કે ત્યારથી તેમને નવા ફોલોઅર્સ મળવાનુ બંધ થઈ ગયુ છે.
પત્રમાં જણાવ્યુ હતુ કે દર મહિને લગભગ 2 લાખ નવા ફોલોઅર્સ મળતા હતા.કેટલાક મહિનામાં આ આંકડો 6.5 લાખે પહોંચી ગયો હતો પરંતુ સંખ્યા 2500 પ્રતિમાસે ઓછી થઈ ગઈ અને કેટલીક વાર સંખ્યા નેગેટિવમાં પણ રહી.રિપોર્ટ અનુસાર કોંગ્રેસ સૂત્રોનુ માનવુ છે કે આ પરિવર્તન સામાન્ય નથી,પરંતુ બાહરી પ્રભાવથી પ્રેરિત છે.

